યશની ટોક્સિકનાં ટીઝર સામે કર્ણાટક મહિલા પંચમાં ફરિયાદ
January 13, 2026
મુંબઈ : યશની ફિલ્મ 'ટોક્સિક'નું ટીઝર તેના જન્મદિવસે રીલિઝ કરવામાં આવ્યું હતું. જોકે, આ ટીઝરમાં કેટલાંક દ્રશ્યો અશ્લીલ હોવાના આરોપો સાથે સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. હવે કર્ણાટકમાં આ ટીઝર સામે રાજ્ય મહિલા પંચમાં ફરિયાદ પણ થઈ છે. મહિલા પંચ સમક્ષ થયેલી ફરિયાદમાં આક્ષેપ મૂકાયો છે કે આ ટીઝરને કારણે અશ્લીલતા ફેલાઈ રહી છે. તેનાથી સમાજમાં ખોટો સંદેશો જઈ રહ્યો છે. આ ટીઝર પર પ્રતિબંધ મૂકાવો જોઈએ અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તે હટાવી લેવાનો આદેશ આપવો જોઈએ. જોકે, ફિલ્મની ડિરેક્ટર ગીતુ મોહનદાસે એક સોશિયલ મીડિયા પોસ્ટ પર ફિલ્મનો બચાવ કર્યો હતો. અશ્લીલતાના આરોપોનો જવાબ આપતાં તેણે કહ્યું હતું કે સ્ત્રીઓને પોતાની રીતે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. પીઢ ફિલ્મ સર્જક રામગોપાલ વર્માએ પણ આ ફિલ્મનાં ટીઝરનો બચાવ કરી તેની પ્રશંસા કરી છે.
Related Articles
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ:...
Apr 13, 2026
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય...
Apr 12, 2026
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
Trending NEWS
24 April, 2026
24 April, 2026
24 April, 2026
24 April, 2026
24 April, 2026
24 April, 2026
23 April, 2026
23 April, 2026
22 April, 2026
22 April, 2026