અમેરિકા, ઈઝરાયેલ અને ડેનમાર્કમાં કોરોનાનો નવો વેરિઅન્ટ મળતા ફફડાટ

August 19, 2023

અમેરિકાની ટોચની ડિસિસ ક્ન્ટ્રોલ એજન્સી (CDC) દ્વારા કોરોનાનાં ઝડપથી મ્યુટેટ થતા નવા વેરિઅન્ટનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે. આ નવો વેરિઅન્ટ અમેરિકા, ઈઝરાયેલ અને ડેનમાર્કમાં જોવા મળતા સત્તાવાળાઓ અને લોકોમાં ફફડાટ ફેલાયો છે. નવા વેરિઅન્ટનું નામ BA.2.86 હોવાનું જણાવાયું છે. CDC દ્વારા તેની વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.

તે કેટલી ઝડપથી સંક્રમણ ફેલાવે છે તેનો અભ્યાસ કરાઈ રહ્યો છે. WHOના જણાવ્યા મુજબ આ નવો વેરિઅન્ટ ઝડપથી મ્યુટેટ થાય છે અને તેનું સ્વરૂપ બદલે છે. WHO દ્વારા હાલ કોરોનાનાં 3 વેરિઅન્ટને ટ્રેક કરાઈ રહ્યા છે જ્યારે 7 વેરિઅન્ટને મોનિટરિંગ પર રખાયા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) નાં જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર નવા વેરિઅન્ટની માહિતી આપવામાં આવી છે. એસ. વેસ્લી લોંગ નામનાં ડૉકટરે કહ્યું હતું કે કોરોનાનાં નવા વેરિઅન્ટ કોરોના થયા પછી લોકોમાં આવેલી રોગપ્રતિકારક શક્તિને હરાવી શકે છે.