સી.પી. રાધાકૃષ્ણન આજે લેશે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ, જગદીપ ધનખડ રહેશે ઉપસ્થિત

September 12, 2025

ભારતના ઉપરાષ્ટ્રપતિના પદ પર ચૂંટાયેલા સી.પી. રાધાકૃષ્ણન આજે શુક્રવારે (12 સપ્ટેમ્બર) શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં તેમને શપથ લેવડાવશે. 67 વર્ષીય રાધાકૃષ્ણન અગાઉ મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા. ગત મંગળવારે યોજાયેલી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમણે વિપક્ષી ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને 152 મતથી હરાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, તત્કાલીન ઉપરાષ્ટ્રીય જગદીપ ધનખડને ગત 21 જુલાઈના રોજ સ્વાસ્થ્ય કારણોસર અચાનક રાજીનામું આપ્યું હતું. જ્યારે હવે રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા બાદ તેમણે મહારાષ્ટ્રના રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપ્યું છે. આ પછી રાષ્ટ્રપતિએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના વધારાનો હવાલો સોંપવાની જાહેરાત કરી છે.