કેનેડામાં 'ડે કેયર સેન્ટર' કાર ઘૂસી જતાં અફરાતફરી, અનેક બાળકોને કચડ્યાં, એકનું મોત, 9 ઘાયલ

September 11, 2025

કેનેડાના ઉત્તરમાં સ્થિત રિચમંડ હિલમાં બુધવારે (11 સપ્ટેમ્બર) એક કાર અચાનક બાલવાટિકા (ડેકેયર)ની બારીને તોડીને તેની અંદર ઘુસી ગઈ હતી. આ દરમિયાન કારે ત્યાં રમી રહેલા અનેક બાળકોને કચડ્યા હતા. આ ઘટનામાં એક બાળકનું મોત નિપજ્યુ હતું, જ્યારે 9 જેટલા બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બાળકોમાંથી અનેકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.  

કેનેડાની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના નોટિંઘમ ડ્રાઇવ નજીક ડે કેયર સેન્ટરમાં આ ઘટના બની હતી. આ ઘટના ઓન્ટારિયોના રિચમંડ હિલમાં 'યોંગ સ્ટ્રીટ' અને 'નોટિંઘમ ડ્રાઇવ' ની ખૂબ નજીક બની હતી, જ્યારે બાળકો બાલવાટિકામાં હાજર હતા. આ ઘટનામાં એક દોઢ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. 

આ અકસ્માતમાં 18 મહિનાથી ત્રણ વર્ષની વયના છ અન્ય બાળકો પણ ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ સાથે જ બાલવાટિકાના ત્રણ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચોઃ ગુજરાત સરકારનું નાણાકીય મેનેજમેન્ટ અત્યંત કંગાળ હોવાનો કેગનો ખુલાસો, વિધાનસભામાં રિપોર્ટ રજૂ

મળતી માહિતી મુજબ, આ કેસમાં એસયુવીના 70 વર્ષીય ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. જોકે, પોલીસનું માનવું છે કે, આ ઘટના ઈરાદાપૂર્વક કરવામાં નહતી આવી પરંતુ એક ભૂલથી થયેલું કૃત્ય હતું. હાલ, સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.