પાક હિંસા : કેનેડા,અમેરિકા,અને અમેરિકાએ નાગરિકો માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઝરી

May 10, 2023

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ સ્થિતિ વણસી છે. અમેરિકા, બ્રિટન અને કેનેડાએ ઈમરાનની ધરપકડ બાદ રાજકીય અશાંતિનો હવાલો આપી તેમના નાગરિકો માટે એક નવી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. એક અહેવાલમાં આ માહિતી સામે આવી હતી. 

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાનની અલ કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર મામલે એનએબીએ ધરપકડ કરી હતી. તેમની ધરપકડ બાદ દેશભરમાં PTIના કાર્યકરોએ દેખાવ શરૂ કરી દીધા હતા અને તેમને મુક્ત કરવાની માગ કરી હતી. 

અમેરિકી દૂતાવાસ દ્વારા જારી કરાયેલી તાજેતરની એડવાઈઝરીમાં જણાવાયું છે કે અમેરિકી દૂતાવાસ ઈસ્લામાબાદમાં દેખાવકારો અને પાલીસ વચ્ચેની અથડામણના અહેવાલો અને દેખાવોનું નિરીક્ષણ કરી રહ્યું છે. એવામાં પાકિસ્તાન જવા કરતાં બીજા કોઈ દેશમાં જવું સારું રહેશે. ઈસ્લામાબાદમાં અમેરિકી દૂતાવાસે રાજકીય યાતાયાત અડચણ અને પ્રતિબંધોને કારણે 10 મે સુધી કોન્સ્યુલર અપોઈન્ટમેન્ટ્સ રદ કરી દીધી છે. અમેરિકી નાગરિકોને વધારે સાવચેત રહેવા અને ભીડવાળા સ્થળોએ ન જવાની સલાહ અપાઈ છે. 

જ્યારે બ્રિટનના વિદેશી રાષ્ટ્રમંડળ અને વિકાસ કાર્યાલય (FCDO)એ તેના નાગરિકોને તમામ રાજકીય દેખાવો, લોકોની ભારે ભીડ અને જાહેર આયોજનથી બચવા અને જરૂરિયાત પ્રમાણે યોજનાઓને બદલવા માટે તૈયાર રહેવાની સલાહ આપી છે. યુકે ફોરેન કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસે કહ્યું કે પાકિસ્તાનમાં જાહેર દેખાવો સામાન્ય બાબત છે. તમારે સ્થાનિક અહેવાલો પર ચાંપતી નજર રાખવી પડશે. આ દેખાવો ગમે ત્યારે ઉગ્ર બની શકે છે. 

આ દરમિયાન કેનેડા સરકારે તમામ નાગરિકો અને એમ્બેસીના કર્મચારીઓને અનપેક્ષિત સુરક્ષા સ્થિતિને લીધે પાકિસ્તાનમાં વધારે પડતી સાવચેતી રાખવા કહ્યું છે. એડવાઈઝરીમાં જણાવાયું છે કે આતંકવાદ, નાગરિક અશાંતિ,  કોમી હિંસા અને અપહરણનું જોખમ છે, સાવચેત રહેજો.