શ્રીલંકામાં વિનાશ વૈર્યા બાદ આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરીમાં ચક્રવાત દિતવાહની અસર, એલર્ટ જાહેર

December 01, 2025

શ્રીલંકામાં વિનાશ વેર્યા બાદ, ચક્રવાત દિતવાહ ભારતીય દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાત આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠા પર ત્રાટકવાની તૈયારીમાં છે. ચક્રવાત 30 નવેમ્બરના રોજ સવારે 3 વાગ્યે ઉત્તર તરફ આગળ વધ્યું. ચક્રવાત આજે સાંજ સુધીમાં સંપૂર્ણ તાકાત સાથે દરિયાકાંઠે અથડાશે. તોફાનના આગમન પહેલા, ત્રણેય રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોરદાર પવન અને ભારે વરસાદ પડી રહ્યો છે. સમુદ્રમાં ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે.

ચક્રવાત દિતવાહની અસરને કારણે, પુડુચેરીમાં સમુદ્ર તોફાની છે, ભારે પવન અને વરસાદ સાથે. આ સમય દરમિયાન લોકો રસ્તાઓ પર ચાલતા જોવા મળ્યા હતા. દિતવાહ ઉત્તર તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાની લગભગ સમાંતર ઉત્તર તરફ આગળ વધવાની અને આગામી ત્રણ કલાકમાં ઊંડા ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની ધારણા છે. આ સિસ્ટમ આજે 30 નવેમ્બર, મધ્યરાત્રિ સુધીમાં દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર, ઉત્તર તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠે ઓછામાં ઓછા ૩૦ કિમી દૂર કેન્દ્રિત થશે.

શ્રીલંકામાં વિનાશ વેર્યા પછી, ચક્રવાત દિતવાહ રવિવારે સાંજે તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠે ત્રાટકશે. હવામાન વિભાગે કુડ્ડલોર, નાગપટ્ટીનમ, મયિલાદુથુરાઈ, વિલ્લુપુરમ અને ચેંગલપટ્ટુ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ભારે પવન ફૂંકવાની ચેતવણી જાહેર કરી છે.