ઈઝરાયલ-હિઝબુલ્લાહ યુદ્ધ વચ્ચે 600 ભારતીય સૈનિકો પર ખતરો, ભારત ચિંતિત

October 11, 2024

લેબેનોન : લેબેનોનમાં ચાલી રહેલું યુદ્ધ ઉગ્ર બની રહ્યું છે. દક્ષિણ લેબેનોનને હિઝબુલ્લાહથી સાફ કરવા માટે ઈઝરાયલી સેના હુમલાઓ કરી રહી છે. ઘણા દિવસના પ્રયાસો બાદ પણ ઈઝરાયલની સેના વધુ આગળ વધી શકી નથી. હિઝબુલ્લાહ લડવૈયાઓ ઇઝરાયલી સેનાને રોકવામાં વ્યસ્ત છે. 


સંયુક્ત રાષ્ટ્રએ દક્ષિણ લેબેનોનમાં 10,000 સૈનિકો તૈનાત કર્યા છે, જેમાં લગભગ 900 ભારતીય સૈનિકો પણ સામેલ છે. આ હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્રથી લઈને દુનિયાભરના દેશોમાં દરેક લોકો ગુસ્સે છે. સંયુક્ત રાષ્ટ્રની સેના યુદ્ધવિરામની માંગ કરી રહી છે. ઈઝરાયલનો દાવો છે કે તે માત્ર હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવી રહ્યું છે. લેબેનોનના દક્ષિણી ક્ષેત્રમાં ઇઝરાયેલની સરહદ નજીક સંયુક્ત રાષ્ટ્ર ઇન્ટરિમ ફોર્સ (UNIFIL)ના 10 હજાર સૈનિકો તૈનાત છે. સંયુક્ત રાષ્ટ્રની સેના ઇઝરાયેલ અને લેબેનોન વચ્ચે યુદ્ધવિરામની માંગ કરી રહી છે. આ હુમલામાં સંયુક્ત રાષ્ટ્ર સેનાના 2 શાંતિ રક્ષક સૈનિક ઘાયલ થયા હતા. આ ઘાયલ ઈન્ડોનેશિયાના સૈનિકો હાલ હોસ્પિટલમાં છે. ઇન્ડોનેશિયાના ઘણા સૈનિકો પણ હાલમાં દક્ષિણ લેબેનોનમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા દળમાં સામેલ છે. ઈન્ડોનેશિયાના રાજદૂતે ઈઝરાયલને ઠપકો આપતા કહ્યું હતું કે, 'ઈઝરાયલ પોતાને આંતરરાષ્ટ્રીય કાયદાથી ઉપર માને છે.' તેમજ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા સૈનિકોના વડાએ કહ્યું છે કે આ પીસકીપિંગ ટુકડીઓ ગંભીર જોખમનો સામનો કરી રહી છે.
સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા દળના વડાએ કહ્યું કે, 'રવિવારે 300 સૈનિકોને બીજી જગ્યાએ તૈનાત કરવા પડ્યા હતા. તેમજ હજુ વધુ 200 સૈનિકોને અન્ય જગ્યાએ તૈનાત કરવામાં આવશે.'