દિલ્હી પોલીસે 1600 કરોડ રૂપિયાથી વધુના ડ્રગ્સના જથ્થાનો નાશ કર્યો
December 18, 2024
દિલ્હી પોલીસે મંગળવારે બાયોટિક વેસ્ટ સોલ્યુશન્સમાં 10,600 કિલોથી વધુ ગેરકાયદેસર ડ્રગ્સનો જથ્થો નષ્ટ કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા 1,600 કરોડથી વધુ છે. દિલ્હી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે જ્યારે ગેરકાયદે ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો, ત્યારે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના હાજર રહ્યા હતા. નાશ પામેલા ડ્રગના કન્સાઈનમેન્ટમાં કેનાબીસ, હશીશ, હેરોઈન, કોકેઈન, એલએસડી, એમડીએમએ, ખસખસ, ડોડા પોપી, કેટામાઈન, ઈન્જેક્ટેબલ ડ્રગ્સ અને અન્ય સાયકોએક્ટિવ પદાર્થ સામેલ હતા.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દિલ્હી પોલીસ દ્વારા દાણચોરો પાસેથી જપ્ત કરાયેલા ડ્રગ્સના જથ્થાનો નાશ કરવા માટે સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ સમિતિઓએ 1969થી 2024ની વચ્ચેના કેસમાં જપ્ત કરાયેલા ડ્રગ્સની યાદી તૈયાર કરી હતી જેને કોર્ટમાંથી પતાવટ માટેના આદેશો મળ્યા હતા. દિલ્હી પોલીસના
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 15 ડિસેમ્બર સુધી દિલ્હી પોલીસે NDPS એક્ટ હેઠળ 1,714 કેસ નોંધ્યા છે અને 2,169 ડ્રગ સ્મગલરની ધરપકડ કરી છે. નાણાકીય તપાસમાં અંદાજે રૂપિયા 3.13 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી અને રૂપિયા 3 કરોડ સામે જપ્તીની કાર્યવાહી કરવામાં આવી હતી. PITNDPS હેઠળ 7 દાણચોરો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જ્યારે અન્ય 37 સામે કેસ ચાલુ છે.
Related Articles
દિલ્હીના મંગોલપુરીમાં જૂતાની ફેક્ટરીમાં ભીષણ આગથી ચાર મજૂરોનાં મોત, બે ગંભીર રીતે દાઝ્યા
દિલ્હીના મંગોલપુરીમાં જૂતાની ફેક્ટરીમાં...
Oct 31, 2026
અવકાશ ક્ષેત્રે ભારતની સિદ્ધિ: શ્રીહરિકોટાથી ISROએ 2,232 કિલોગ્રામના NVS-03 ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ કર્યું
અવકાશ ક્ષેત્રે ભારતની સિદ્ધિ: શ્રીહરિકોટ...
Oct 31, 2026
બેંગલુરુની હોટલના સ્વિમિંગ પૂલમાં વીજકરંટ લાગતાં જર્મન અને સ્લોવાકિયન નાગરિકનાં મોત, બે ઈજાગ્રસ્ત; પૂલ એક મહિનો બંધ
બેંગલુરુની હોટલના સ્વિમિંગ પૂલમાં વીજકરં...
Oct 31, 2026
તમિલનાડુની થેની સબ-જેલમાંથી ગાર્ડ પર હુમલો કરી ભાગેલા 17 પૈકી 13 કેદી ઝડપાયા, 9 જેલકર્મી સામે કાર્યવાહી
તમિલનાડુની થેની સબ-જેલમાંથી ગાર્ડ પર હુમ...
Oct 28, 2026
નવી મુંબઈના કરાવે ગામમાં ભીષણ આગથી 4 ઝૂંપડાં ખાખ, 4 વાહનોને ભારે નુકસાન: જાનહાનિ ટળી
નવી મુંબઈના કરાવે ગામમાં ભીષણ આગથી 4 ઝૂં...
Oct 28, 2026
અર્નબ' વાવાઝોડાથી આંધ્રપ્રદેશ-ઓડિશામાં તબાહી: દેશના 6 રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર
અર્નબ' વાવાઝોડાથી આંધ્રપ્રદેશ-ઓડિશામાં ત...
Oct 28, 2026
Trending NEWS
28 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026