નોઈડામાં પગાર વધારાની માંગ સાથે કર્મચારીઓએ કંપની અને પોલીસની ગાડીઓમાં તોડફોડ કરી, અનેક વાહનોને આગ ચાંપી
April 13, 2026
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના ફેઝ 2 વિસ્તારમાં પગાર વધારાની માંગણી સાથે પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓએ આજે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. છેલ્લા 4 દિવસથી શાંતિપૂર્ણ ચાલી રહેલું આ આંદોલન અચાનક હિંસક બનતા સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાયો છે. કંપનીથી નારાજ કર્મચારીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન નવી ગાડીઓમાં તોડફોડ કરી હતી અને કેટલીક ગાડીઓને આગના હવાલે કરી દીધી હતી, જેના કારણે કંપનીને મોટા પાયે આર્થિક નુકસાન પહોંચ્યું છે.
ઘટનાની જાણ થતા જ સ્થિતિ પર કાબૂ મેળવવા પહોંચેલી પોલીસ ટીમ સાથે પણ કર્મચારીઓએ ઘર્ષણ કર્યું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસની ગાડીમાં તોડફોડ કરી તેને પલટી દીધી હતી અને પોલીસ જવાનો પર પથ્થરમારો પણ કર્યો હતો. આ હિંસક અથડામણને પગલે વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને પરિસ્થિતિને થાળે પાડવા માટે ઘટનાસ્થળે પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. હાલ પોલીસની હાજરીને કારણે સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે.
કર્મચારીઓનો મુખ્ય આરોપ છે કે હરિયાણા સરકાર દ્વારા લઘુત્તમ વેતનમાં 35 ટકાનો વધારો કરવામાં આવ્યો હોવા છતાં નોઈડાની આ કંપનીઓ વેતન વધારો આપવા તૈયાર નથી. કર્મચારીઓએ સમાન કામ માટે સમાન પગાર, ઓવરટાઇમ માટે બમણું વળતર, દર મહિને સમયસર પગારની ચુકવણી અને કાર્યસ્થળ પર સલામતી તેમજ ઉત્પીડન સામે કડક કાર્યવાહી જેવી પડતર માંગણીઓ સરકાર અને કંપની સમક્ષ મૂકી છે.
કંપનીના સત્તાધીશોએ કર્મચારીઓની માંગણીઓનો સ્વીકાર ન કરતા વિવાદ વણસ્યો હતો. આ પ્રદર્શન દરમિયાન કર્મચારીઓએ કંપનીની મિલકતોને પણ નુકસાન પહોંચાડ્યું છે. પોલીસ હવે આ હિંસક તોડફોડ અને આગજનીમાં સામેલ તત્વોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. બીજી તરફ, કર્મચારીઓ હજુ પણ પોતાની માંગણીઓ પર મક્કમ હોવાથી આગામી સમયમાં આ વિવાદ વધુ ગંભીર બને તેવી શક્યતા દેખાઈ રહી છે.
Related Articles
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSU...
Sep 29, 2026
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી!
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા...
Sep 29, 2026
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી...
Sep 28, 2026
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ...
Sep 28, 2026
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાન...
Sep 28, 2026
Trending NEWS
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
27 September, 2026
27 September, 2026