દેવઉઠી અગિયારસ પર બની રહ્યો છે દિવ્ય સંયોગ, આ પાંચ રાશિના જાતકો પર થશે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા
November 11, 2024
દેવઉઠી અગિયારસના દિવસે આ વખતે સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે સાથે શશ રાજયોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે. આ ખૂબ જ દુર્લભ યોગ છે કે, દેવઉઠી અગિયારસ પર શનિ તેની મૂળત્રિકોણ રાશિ કુંભ રાશિમાં ગોચર કરી શશ રાજયોગ રચી રહ્યા છે. આ રાશિમાં શનિ પણ 4 દિવસ પછી માર્ગી થઈ જશે. આ શુભ સંયોગમાં ભગવાન વિષ્ણુ ચાતુર્માસના યોગ નિદ્રામાંથી જાગી જશે અને વૃષભ અને તુલા રાશિ સહિત 5 રાશિઓને વિશેષ કૃપા વરસાવશે. તેમના જીવનમાં નવી આવકની તકો ખુલશે અને તેમનું પારિવારિક જીવન પણ ખુશહાલ રહેશે. આવો જાણીએ કે, આ કઈ 5 રાશિઓ છે જેમને વિષ્ણુની કૃપા પ્રાપ્ત થવાની છે.
મેષ રાશિ : અટવાયેલા પૈસા મળી શકે છે
મેષ રાશિના લોકોનું ભાગ્ય દેવપ્રબોધિની એકાદશી પર ચમકવાનું છે. અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને ટુંક જ સમયમાં માલામાલ કરી દેશે. તમે વેપાર ધંધામાં સારી આવક મેળવશો અને તમારી કારકિર્દીમાં પ્રગતિની શુભ તકો છે. તમને ક્યાંકથી કરિયર સંબંધિત સારા સમાચાર મળી શકે છે. તમને ક્યાંક અટવાયેલા પૈસા પણ મળી શકે છે. તમેજ જો તમે વિદેશ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ યોગ્ય તક મળી શકે છે.
વૃષભ રાશિ : જીવનમાં પૈસા કમાવવાની ઘણી તકો આવશે.
વૃષભ રાશિના લોકો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા રહે છે. તમારા જીવનમાં પૈસા કમાવવાની ઘણી તકો આવશે અને તમને તમારા કરિયરમાં અચાનક સફળતા પ્રાપ્ત થશે. તમને કેટલીક નવી અને ઉત્તમ નોકરીની તકો પણ મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને નોકરીમાં તમારા માટે પ્રમોશનની સંભાવના મળે. તમારા પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ બની રહેશે અને દરેક લોકો સાથે તમારા પરસ્પર સંબંધો સુધરશે.
તુલા રાશિ: તમારા વ્યક્તિત્વમાં સુધારો આવશે.
તુલા રાશિના લોકો પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા બની રહેશે. તમારું વ્યક્તિત્વ સુધરશે અને તમે પ્રગતિ કરી શકશો. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જોવા મળે. આ સાથે તમારા જૂના રોકાણો વધુ સારા પરિણામો આપશે અને તમને નાણાકીય બાબતોમાં ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે. જે કામ લાંબા સમયથી એટકેલુ હતું, તે હવે શ્રી હરિની કૃપાથી પૂર્ણ થશે. વેપાર ધંધામાં વૃદ્ધિ થશે. આ સાથે તમને બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો : 'અયોધ્યાને હચમચાવી નાખીશું...' ખાલિસ્તાની આતંકી પન્નુની રામમંદિરને ઉડાવી દેવાની ધમકી
ધનુ રાશિ : આવકના નવા સ્ત્રોત મળશે
ધનુ રાશિના લોકોનું કિસ્મત ખુલી જશે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને જીવનમાં પ્રગતિની તકો મળશે. જૂનુ દેવુ ચુકવવામાં સફળતા પ્રાપ્ત થાય. તમારા વ્યવસાયમાં રોકાણ વધારવા માટે તમારા માટે આ ખૂબ જ સારી તક છે. ભવિષ્યમાં તમને બમણો નફો મળી શકે છે. તમને આવકના નવા સ્ત્રોત મળશે અને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. અધિકારી વર્ગ તમારા કામથી ખુશ રહેશે.
મીન રાશિ : જૂની લોન ચુકવવામાં તમને સફળતા મળશે.
મીન રાશિના લોકોને ભગવાન વિષ્ણુ અને તેમની પત્ની લક્ષ્મી તરફથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય. તમારો વ્યવસાય વિસ્તરશે અને કમાણીનાં નવા સ્ત્રોત મળી રહે. જે લોકો નોકરી કરે છે, તેઓની પ્રગતિ થાય અને તમારી જૂની લોન ચૂકવવામાં સફળતા મળે. તમારું પારિવારિક જીવન આનંદમય રહેશે અને આવકના નવા સ્ત્રોત મળશે. જો તમારું બાળકના કરિયરમાં કોઈ મોટી સફળતા મળવાથી તમારું નામ રોશન થાય.
Related Articles
સાપ્તાહિક રાશિફળ : વૃશ્ચિક રાશિના જાતકોએ ખટપટથી બચવું, મકર રાશિવાળાને સારા પરિવર્તનનો યોગ, જાણો તમામ રાશિઓનું ફળ
સાપ્તાહિક રાશિફળ : વૃશ્ચિક રાશિના જાતકોએ...
2024ની છેલ્લી સોમવતી અમાસ: ઘરના મુખ્ય દ્વાર સહિત આ જગ્યાઓ પર કરો દીપ પ્રાગટ્ય
2024ની છેલ્લી સોમવતી અમાસ: ઘરના મુખ્ય દ્...
Dec 21, 2024
2025માં આ પાંચ રાશિના જાતકોના લગ્નમાં આવતી અડચણો થશે દૂર, મનપસંદ જીવનસાથી મળવાના યોગ
2025માં આ પાંચ રાશિના જાતકોના લગ્નમાં આવ...
Dec 17, 2024
સોમવતી અમાસ પર આ વસ્તુઓનું દિલ ખોલીને કરો દાન, અનેક દોષોનું થશે નિવારણ
સોમવતી અમાસ પર આ વસ્તુઓનું દિલ ખોલીને કર...
Dec 04, 2024
2025માં પ્રથમ ચંદ્રગ્રહણ આ તારીખે થશે, જાણો કઈ રાશિના લોકો પર થશે સૌથી વધુ અસર
2025માં પ્રથમ ચંદ્રગ્રહણ આ તારીખે થશે, જ...
Dec 04, 2024
બહુચરાજીમાં મંગળવારે ધરાવાશે રસ-રોટલીનો પ્રસાદ, હજારો માઈભક્તો લેશે લાભ
બહુચરાજીમાં મંગળવારે ધરાવાશે રસ-રોટલીનો...
Dec 01, 2024
Trending NEWS
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
Jan 13, 2025