નવરાત્રિમાં ન કરો ઉપવાસ તો કરી લો આ કામ, મળશે માતાજીની કૃપા

October 15, 2023

હિંદુ ધર્મમાં શક્તિની સાધના કરવાથી તમામ દુઃખને દૂર કરીને મનોકામનાને પૂરી કરી શકાય છે. દેવી દુર્ગાની તરફથી ઈચ્છિત આશીર્વાદ મેળવવા માટે નવરાત્રિની પૂજા, જપ અને વ્રત કરવાથી અત્યંત શુભ ફળ મળે છે. માન્યતા છે કે જે વ્યક્તિ નવરાત્રિમાં 9 દિવસમાં વિધિ વિધાનની સાથે માતા રાણીનું વ્રત કરે છે અને સાથે જ પ્રતિદિન દુર્ગા સપ્તસતીનો પાઠ કરે છે તો તેની પર દેવી દુર્ગા કૃપા વરસાવે છે. પણ જો તમે તમારી હેલ્થને કારણે ઉપવાસ કરી શકો તેમ નથી તો તમારે નિરાશ થવાની જરૂર નથી કેમકે તમે અહીં આપેલા ઉપાયોથી સરળતાથી પુણ્ય મેળવી શકો છો.

દેવી મંત્રથી પૂરા થશે તમામ દુઃખ
હિંદુ માન્યતા અનુસાર જો તમે કોઈ કારણના લીધે નવરાત્રિનું વ્રત કરી શકતા નથી તો તમે નવરાત્રિના 9 દિવસ સુધી મોટા નિયમો અને સંયમની સાથે રહો છો તો રોજ તમામ દેવની પૂજા અને તેમના મંત્રોના જાપની એક માળા અચૂક કરો. માન્યતા છે કે સાચા મનથી કરાયેલી આ પૂજાથી તરત જ દેવી પ્રસન્ન થઈને દેવી દુર્ગા સાધકને આશીર્વાદ આપે છે.

કન્યા પૂજનથી થશે મનોકામના પૂરી
હિંદુ ધર્મમાં 1-11 વર્ષની કન્યાને દેવી દુર્ગાનું સ્વરુપ માનવામાં આવે છે. એવામાં જો તમે નવરાત્રિમાં ભગવતી દુર્ગા માટે વ્રત નથી કરી શકતા તો તમે રોજ એક કન્યાને આદરપૂર્વક ઘરમાં બોલાવીને તેમનું પૂજન કરો અને સાથે તેમને ભોજન કરાવો. તેમને ભેટ આપો અને તેમના આશીર્વાદ લો. જો તમે રોજ એવું ન કરી શકો તો માન્યતા અનુસાર આઠમ કે નવમીના દિવસે 9 કન્યાને પૂજન કરાવીને તેમના આશીર્વાદ લો.

આ ઉપાયથી દૂર થશે ઉધારની સ્થિતિ
જો તમે ઉધારની સ્થિતિથી પરેશાન છો અને લાખ કોશિશ બાદ પણ તેમાંથી બહાર આવી શકતા નથી તો તમે નવરાત્રિમાં સૂર્યાસ્ત બાદ કોઈ પણ સમયે 11 લાલ રંગના ફૂલ અને સવા કિલો લાલ મસુરની દાળને એક ઓઢણીમાં બાંધીને દેવી દુર્ગાની મૂર્તિ કે ફોટા સામે રાખો અને શુદ્ધ ઘીનો દીવો કરો. આ સાથે ચુંદડીમાં રાખેલી દાળને તમારા પર સાત વાર ઉતારીને જરૂરિયાત મંદ વ્યક્તિને દક્ષિણાની સાથે દાન કરો. માન્યતા છે કે આ ઉપાયને કરવાથી દેવીની કૃપાથી ઉધાર ઘટે છે અને ધન ધાન્યમાં વધારો થાય છે.

શ્રીયંત્રની પૂજાથી થશે રૂપિયાનો વરસાદ
ભગવતી દુર્ગાથી સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ મેળવવા માટે નવરાત્રિના પહેલા દિવસે માતાની સામે વિધિ વિધાનની સાથે શ્રીયંત્ર સ્થાપિત કરો અને સાથે રોજ પૂજા કરો. નવરાત્રિના અંતિમ દિવસે શ્રીયંત્રને પૂજા ઘર કે ધન સ્થાન પર રાખીને રોજ દીવો કરો. માન્યતા છે કે આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા રહે છે અને ભક્તો ઘરમાં ધનના ભંડાર મેળવે છે.

ચુંદડીના આ ઉપાયથી ચમકશે તમારી કિસ્મત
નવરાત્રિના દિવસે તમે ઘરમાં કોઈ કારણોસર અખંડ દીવો નથી કરી રહ્યા તો રોજ સવારે અને સાંજે માતા રાણીના ફોટો કે મૂર્તિની સામે દીવો કરીને પુણ્ય મેળવો. આ સાથે દુર્ગા માતાની પૂજાનું શુભ ફળ મેળવવા માટે મંદિરમાં જઈને નારિયેળની સાથે ધજા અને ચુંદડી ચઢાવો. માન્યતા છે કે આમ કરવાથી અનેક મોટી મનોકામનાઓ પૂરી થાય છે.