કાફિરો સાથે દોસ્તી ન કરો : ભારત-અફઘાનની મિત્રતાથી પાકિસ્તાન અકળાયું
August 02, 2026
ભારત અને અફઘાનિસ્તાનના મજબૂત થઈ રહેલા સંબંધોને જોઈને પાકિસ્તાન ફરી એકવાર અકળાઈ ગયું છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે બંને દેશો વચ્ચેની નિકટતા પર સવાલો ઉઠાવતા ધાર્મિક સંદર્ભોનો ઉપયોગ કર્યો છે. તાજેતરમાં અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના એક મંત્રીએ ભારતનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ભારત અને અફઘાનિસ્તાનના લોકોનું DNA એક જ છે. તેમણે બંને દેશો વચ્ચેના જૂના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોની વાત કરી હતી. તેમના આ નિવેદનથી પાકિસ્તાની સેના ભડકી ગઈ છે.
તાલિબાન મંત્રીના નિવેદન પર જવાબ આપતા પાકિસ્તાની સૈન્ય પ્રવક્તાએ કુરાનની આયતનો ઉલ્લેખ કરી દીધો. તેમણે કહ્યું કે, મુસ્લિમોએ કાફિરો એટલે કે ગેર-મુસ્લિમોને પોતાના દોસ્ત કે રક્ષક ન બનાવવા જોઈએ. તેમણે કહ્યુ કે, 'અમે આભારી છીએ કે, તેમણે (અફઘાને) આ વાત સ્વીકારી લીધી. હું સામાન્ય અફઘાન લોકોની વાત નથી કરી રહ્યો, હું તાલિબાન સરકારની વાત કરી રહ્યો છું. સામાન્ય અફઘાન જનતા આ સરકારના અત્યાચારથી પરેશાન છે. બંનેનું DNA એક જેવું ન હોઈ શકે. પાકિસ્તાની પ્રવક્તા આટલેથી જ ન અટક્યા. તેમણે ભારતના શાસક પક્ષ BJP અને RSS પર પણ તીખા પ્રહાર કર્યા, તેમણે દાવો કર્યો કે, 'તાલિબાન અને ભારત વચ્ચે 'માલિક અને ગુલામ' જેવો સંબંધ છે. ભારતીય BJP અથવા RSS અને તાલિબાન શાસન વચ્ચેનો અસલી સંબંધ માલિક અને ગુલામનો છે. ભારતમાં દમનકારી વ્યવસ્થા તેમની માલિક છે, અને તેઓ તેના નોકર છે.' તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, તાલિબાન સરકાર ભારતના ઈશારે કામ કરી રહી છે. જોકે, ભારતે હંમેશાં પાકિસ્તાનના આ આરોપોને ફગાવી દીધા છે.
પાક સેનાના પ્રવક્તાએ તાલિબાન સરકાર પર પણ તીખા સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, આ સરકાર મહિલાઓ અને બાળકો પર અત્યાચાર કરી રહી છે, અને બેઠા બેઠા ફતવા બહાર પાડે છે.
Related Articles
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મોસ્કોમાં ભારે તબાહી
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મ...
Sep 20, 2026
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ, દક્ષિણ કોરિયા સહિત અમેરિકા અને જાપાન ભડક્યાં
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ...
Sep 20, 2026
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના બહેનની ધરપકડ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના...
Sep 20, 2026
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો સાથે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો...
Sep 20, 2026
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્નની પાર્ટીમાં પુતિનના સાથીઓએ અબજોનો ખર્ચો કર્યો
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્ન...
Sep 19, 2026
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્સી જાહેર, ભારતે મોકલી HIVની 10 ટન દવા
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026