ઉન્નાવમાં ડબલ ડેકર સ્લીપર બસ દૂધના ટેન્કર સાથે ઘડાકાભેર અથડાઈ: 18ના મોત, 30થી વધુ લોકો ઘાયલ
July 10, 2024
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર એક ટેન્કર અને ડબલ ડેકર બસની ટક્કર થઈ, જે બાદ બસ ઘણી વખત પલટી ગઈ. આ અકસ્માતમાં 18 મુસાફરોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ ડબલ ડેકર બસ (UP95 T 4720) બિહારના સીતામઢીથી દિલ્હી આવી રહી હતી. સવારે સાડા ચાર વાગ્યે જ્યારે બસ ઉન્નાવના બેહતા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારના ગડા ગામની સામે પહોંચી ત્યારે પાછળથી દૂધ ભરેલા એક ઝડપી ટેન્કરે તેને ઓવરટેક કર્યો અને તે દરમિયાન તે બસ સાથે અથડાઈ હતી.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે ડબલ ડેકર બસના ટુકડા થઈ ગયા હતા. જ્યાં અકસ્માત થયો હતો ત્યાં મૃતદેહોનો ઢગલો હતો. વહેલી સવારે બનેલા આ અકસ્માતથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા હતા.
આ અકસ્માત અંગે રાહદારીઓએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ બાંગરમાઉના ઈન્સ્પેક્ટર ભારે પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓ ઈજાગ્રસ્તોને સારવાર માટે બાંગરમાઉ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા. અહીં ડોક્ટરોએ 18 લોકોને મૃત જાહેર કર્યા હતા. ડૉક્ટરોએ ગંભીર રીતે ઘાયલ મુસાફરોને લખનૌના ટ્રોમા સેન્ટરમાં રિફર કર્યા છે. મૃતકોમાં 14 પુરૂષો, ત્રણ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે.
Related Articles
મહારાષ્ટ્રમાં પુષ્પક એક્સપ્રેસથી ઉતરેલા મુસાફરોને કર્ણાટક એક્સપ્રેસે કચડ્યાં, 8ના મોત
મહારાષ્ટ્રમાં પુષ્પક એક્સપ્રેસથી ઉતરેલા...
કર્ણાટકમાં મોટી કરુણાંતિકા, ફળ-શાકભાજી વેચવા જતાં 30 લોકો સાથે ટ્રક પલટી, 10ના મોત
કર્ણાટકમાં મોટી કરુણાંતિકા, ફળ-શાકભાજી વ...
Jan 22, 2025
'અમેરિકાને ફાયદો નહીં થાય પણ...' ટેરિફ અંગેની ધમકીઓ પર પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજનનું મોટું નિવેદન
'અમેરિકાને ફાયદો નહીં થાય પણ...' ટેરિફ અ...
Jan 22, 2025
દમણમાં માતાએ ચોથા માળેથી પોતાના બે બાળકોને નીચે ફેંકી દેતા મોત
દમણમાં માતાએ ચોથા માળેથી પોતાના બે બાળકો...
Jan 22, 2025
ભારત સાથે અમેરિકાની પહેલી દ્વિપક્ષીય બેઠક, એસ.જયશંકર સાથે ચર્ચા કરશે રૂબિયો
ભારત સાથે અમેરિકાની પહેલી દ્વિપક્ષીય બેઠ...
Jan 22, 2025
દિગ્ગજ નેતાએ ભાજપનું ટેન્શન વધાર્યું, કહ્યું- 'મારે કેબિનેટ મંત્રી પદ છોડવું પડશે'
દિગ્ગજ નેતાએ ભાજપનું ટેન્શન વધાર્યું, કહ...
Jan 22, 2025
Trending NEWS
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
Jan 22, 2025