ડૉ. મનમોહન સિંહનો રાજકીય કાર્યકાળ 33 વર્ષ લાંબો હતો, ભારતમાં આર્થિક સુધારાના હતા નાયક
December 27, 2024

26 ડિસેમ્બરના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું નિધન થયું છે. તેમની તબિયત લથડતાં દિલ્હીની AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમણે 92 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી કોંગ્રેસ સહિત રાજકીય પક્ષના નેતાઓ અને દેશભરના લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના બેલગામથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા અને વાયનાડ બેઠક પરના સાંસદ પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ હોસ્પિટલ પહોંચી ગયા છે. મૃદુભાષી, વિદ્વાન અને વિનમ્ર ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનનો રાજકીય કાર્યકાળ 33 વર્ષ લાંબો હતો. તેમના કાર્યકાળ દરમિયાન અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા.
ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંકનાર ડૉ. મનમોહન સિંહ રાજ્યસભામાંથી નિવૃત્ત થયા હતા. 91 વર્ષે મનમોહન સિંહ રાજ્યસભામાંથી રિટાયર થયા હતા. મૃદુભાષી, વિદ્વાન અને વિનમ્ર મનમોહન સિંહની પ્રશંસા વિરોધ પક્ષો પણ કરતા હતા. તેમને મૌની બાબા કહીને વિપક્ષોએ મશ્કરી પણ ખૂબ કરી હતી, પરંતુ ભારતમાં આર્થિક ઉદારીકરણ લાવનાર મનોમહન સિંહને જશ પણ ભરપૂર મળ્યો છે. ભારતમાં ઉદારીકરણ પવન ફૂંકાવો શરૂ થયો તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિંહરાવના શાસનકાળમાં, કે જ્યારે મનમોહન સિંહ નાણાપ્રધાન હતા. 33 વર્ષની રાજકીય કારકિર્દી ધરાવનાર મનમોહન સિંહનું સૌથી મહત્ત્વનું યોગદાન દેશના આર્થિક તંત્રને વિકાસના ટ્રેક પર મુકવાનું રહ્યું.
1990ના દાયકાની શરૂઆતમાં પીએમ નરસિંહરાવ અને એમએમ મનમોહન સિંહની જોડીએ આર્થિક ઉદારીકરણનાં પગલાં લઇને વિશ્વનું ધ્યાન ખેચ્યું હતું. ઓક્ટોબર 1991માં મનમોહન સિંહ પ્રથમ વાર રાજ્યસભાના સભ્ય બન્યા હતા. રાજ્યસભાના સભ્ય તરીકે છ ટર્મ સુધી રહેનાર મનોહન સિંહ 1999માં દક્ષિણ દિલ્હીની બેઠક પરથી લોકસભાનો જંગ લડયો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. ભાજપના વિજયકુમાર મલ્હોત્રાએ તેમને હરાવ્યા હતા. સોનિયા ગાંધીએ 'આત્માના અવાજ'ને અનુસરીને વડાંપ્રધાન બનવાની ના પાડી એટલે 2004થી 2014 સુધી મનમોહન સિંહ દેશના વડાપ્રધાન તરીકે કાર્યરત રહ્યા હતા. પોતાની નજર સામે ચાલતા ભ્રષ્ટાચારને તેઓ અટકાવી શક્યા નહોતા તે બાબતે તેમની ટીકા પણ થઈ હતી.
2018માં બે મહિનાના ગેપ સિવાય તેઓ સતત છ ટર્મ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. 1 ઓક્ટોબર 1991 થી 14 જૂન 2019 સુધી સતત તેઓ આસામમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. ત્યારબાદ બે મહિનાની ગેપ બાદ રાજસ્થાનથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. બે દિવસ પહેલાં, ત્રીજી એપ્રિલે તેમની રાજ્યસભાની ટર્મ પુરી થઇ હતી.
કેરોસીનના દીવાના ઝાંખા પ્રકાશમાં ભણી ભણીને વડાપ્રધાનપદ સુધી પહોંચનાર મનમોહન સિંહમાં જોકે રાજકીય કુટિલતા નહોતી. એમની શૈક્ષણિક લાયકાત ખૂબ તેજસ્વી રહી. વિશ્વભરના આર્થિક નિષ્ણાતો તેમને માન આપતા હતા. અમેરિકાના ભતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ જાહેરમાં કહ્યું છે કે મનમોહન સિંહ બોલે છે ત્યારે વિશ્વ સાંભળે છે. એ વાત અલગ છે કે ભારતના રાજકારણમાં તેમના ખુદના પક્ષના લોકો પણ તેમનું સાંભળતા નહોતા. ભાજપે તેમના મૌન રહેવાના સ્વભાવનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો.
છેલ્લાં પાંચ વર્ષથી મનમોહન સિંહ જાહેર કાર્યક્રમોમાં ઓછા દેખાતા હતા. છેલ્લે ગયા શિયાળુ સત્રમાં એક સેશન માટે તેઓ સંસદભવન આવ્યા હતા. નાદુરસ્ત તબિયતના કારણે તેમણે ગયા વર્ષે રાજ્યસભામાંથી નિવૃત્ત થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
રાજ્યસભામાંથી નિવૃત્ત થતા સભ્યોને વિદાય આપતા કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ મનમોહન સિંહની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. મોદીએ કહ્યું હતું કે મનમોહનસિંહની કામગીરી ક્યારેય નહીં ભૂલાય. મોદીએ મતદાનના દિવસને યાદ કરતાં કહ્યું હતું કે મનમોહન સિંહે વ્હીલચેરમાં મતદાન કરવા આવીને લોકોને વોટિંગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તેમની પત્ની સાથે મનમોહન સિંહના ઘેર જઇને મળી, તેમની લાંબી રાજકીય કારકિર્દીની પ્રશંસા કરીને અભિનંદન આપ્યા હતા. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ મનોહનસિંહના ઘેર ગયા હતા અને તેમને મધ્યમવર્ગના હીરો કહીને પ્રશંસા કરી હતી.
આપણે ત્યાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટનો ભરપૂર ઉપયાગ થાય છે. આ કાયદો મનમોહન સિંહના શાસનકાળ દરમિયાન અસ્તિત્ત્વમાં આવ્યો હતો. એવી જ રીતે રાઇટ ટુ ફૂડ, રાઇટ ટુ એજ્યુકેશન પણ મનમોહન સિંહના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાન પસાર થયેલા કાયદા છે. ભારતના 14મા વડાપ્રધાન તરીકે એક દાયકા સુધી કાર્યરત રહેનાર મનમોહન સિંહ ભારતની વર્તમાન ગ્રોથ સ્ટોરીનાં મૂળિયાંમાં છે તે ભૂલવું ના જોઇએ.
Related Articles
‘રશિયાના ઓઈલથી કોઈ કમાણી નથી કરી, નિયમોનું પાલન કર્યું', વ્હાઈટ હાઉસના આરોપો પર ભારતનો જવાબ
‘રશિયાના ઓઈલથી કોઈ કમાણી નથી કરી, નિયમોન...
Sep 01, 2025
20 ટકા ઈથેનોલવાળું જ પેટ્રોલ મળશે, સુપ્રીમ કોર્ટે વિકલ્પની માંગ કરતી અરજી ફગાવી
20 ટકા ઈથેનોલવાળું જ પેટ્રોલ મળશે, સુપ્ર...
Sep 01, 2025
સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી... PM મોદીએ SCOનો અર્થ સમજાવ્યો, આતંકવાદનો મુદ્દો ઊઠાવ્યો
સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી......
Sep 01, 2025
દુનિયાનો સૌથી શાંતિપૂર્ણ દેશ કયો? ભારતને ટોપ-100માં પણ સ્થાન નહીં, પાકિસ્તાન છેક 144માં ક્રમે
દુનિયાનો સૌથી શાંતિપૂર્ણ દેશ કયો? ભારતને...
Sep 01, 2025
હાથ મિલાવ્યા, પીઠ થાબડી... તૂર્કિયેના પ્રમુખ એર્દોગન સાથે PM મોદીની ઉષ્માભેર મુલાકાત
હાથ મિલાવ્યા, પીઠ થાબડી... તૂર્કિયેના પ્...
Sep 01, 2025
ઉત્તરાખંડ-હિમાચલથી માંડી જમ્મુ-કાશ્મીર સુધી વરસાદનો કહેર, લાખો લોકો પ્રભાવિત, રેસ્ક્યૂ યથાવત્
ઉત્તરાખંડ-હિમાચલથી માંડી જમ્મુ-કાશ્મીર સ...
Sep 01, 2025
Trending NEWS

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025