‘રશિયાના ઓઈલથી કોઈ કમાણી નથી કરી, નિયમોનું પાલન કર્યું', વ્હાઈટ હાઉસના આરોપો પર ભારતનો જવાબ
September 01, 2025

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે તેમના સલાહકાર પિટર નવારો પણ વારંવાર ભારત વિરુદ્ધ લવારી કરી રહ્યા છે. નવારોએ તાજેતરમાં યુક્રેન યુદ્ધને મોદી યુદ્ધ ગણાવ્યું હતું અને ‘લૉન્ડ્રોમૅટ’વાળી ટિપ્પણી કરી હતી. હવે ભારતે નવારોના નિવેદનનો જડબાતોડ જવાબ આપ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ વ્હાઇટ હાઉસના પૂર્વ સલાહકાર પીટર નવારોના નિવેદનને રદીયો આપી દીધો છે. પુરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, યુક્રેન યુદ્ધ બાદ રશિયા પાસેથી તેલ ખરીદવામાં ભારતે કોઈપણ નિયમનું ઉલ્લંઘન કર્યું નથી. ભારતની ઊર્જા નીતિએ વૈશ્વિક બજારને સ્થિર રાખવામાં અને કિંમતોને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી છે. અહીં લૉન્ડ્રોમૅટ એટલે શંકાસ્પદ વસ્તુઓને કાયદેસર દેખાડવાની પ્રક્રિયા અથવા જગ્યા છે.
હરદીપ સિંહ પુરી (Hardeep Singh Puri)એ કહ્યું કે, યુક્રેન યુદ્ધ બાદ રશિયન તેલની ખરીદીમાં વધારો થયો હોવા છતાં ભારતે કોઈ નફાખોરી કરી નથી. ફેબ્રુઆરી 2022માં યુદ્ધ શરૂ થયું તેના ઘણા સમય પહેલાંથી જ ભારત વિશ્વનો ચોથો સૌથી મોટો પેટ્રોલિયમ ઉત્પાદન નિકાસકાર દેશ રહ્યો છે અને યુદ્ધ પછી પણ ભારતનો નિકાસ અને નફો લગભગ સમાન રહેલો છે. કેટલાક ટીકાકારો આક્ષેપ કરી રહ્યા છે કે, રશિયાનું ઓઈલ ભારત માટે લૉન્ડ્રોમૈટ બની ગયું છે. આનાથી મોટી ખોટી વાત કોઈ ન હોઈ શકે.’ ઉલ્લેખનીય છે કે, રાજકીય અને આર્થિક સંદર્ભમાં ‘લોન્ડ્રોમૅટ’નો ઉપયોગ શંકાસ્પદ કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા કમાયેલા પૈસાને કાયદેસર દેખાડવાની પ્રક્રિયા માટે થાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) અને તેમના સલાહકાર પિટર નવારો (Peter Navarro) આક્ષેપ કરી રહ્યા છે કે, ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદી રહી છે અને રશિયા તે ઓઈલથી કમાયેલા નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં વાપરી રહ્યું છે. જોકે બંને નેતાઓ ખોટી રીતે ભારત પર આક્ષેપ કરી રહ્યા છે. હકીકત એ છે કે, રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ભારત દ્વારા રશિયન ઓઈલની આયાતમાં માત્ર એક ટકાનો વધારો થયો છે અને તે 40 ટકા પર પહોંચ્યો છે. ક્રૂડ ઓઈલની એક ટકો આયાત વધવાનું કારણ છે કે, પશ્ચિમ દેસોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે, જેના કારણે ભારતને ભારે રાહત પર ઓઈલ મળી રહ્યું છે. આનાથી ભારતને સસ્તી ઊર્જા મળી રહી છે. જોકે અમેરિકન તંત્ર આક્ષેપ કરી રહી છે કે, ભારત રશિયન ઓઈલને રિફાઈનલ કરીને યુરોપના દેશોને નિકાત કરી રહ્યું છે અને કમાણી કરી રહ્યું છે.
Related Articles
20 ટકા ઈથેનોલવાળું જ પેટ્રોલ મળશે, સુપ્રીમ કોર્ટે વિકલ્પની માંગ કરતી અરજી ફગાવી
20 ટકા ઈથેનોલવાળું જ પેટ્રોલ મળશે, સુપ્ર...
Sep 01, 2025
સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી... PM મોદીએ SCOનો અર્થ સમજાવ્યો, આતંકવાદનો મુદ્દો ઊઠાવ્યો
સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી......
Sep 01, 2025
દુનિયાનો સૌથી શાંતિપૂર્ણ દેશ કયો? ભારતને ટોપ-100માં પણ સ્થાન નહીં, પાકિસ્તાન છેક 144માં ક્રમે
દુનિયાનો સૌથી શાંતિપૂર્ણ દેશ કયો? ભારતને...
Sep 01, 2025
હાથ મિલાવ્યા, પીઠ થાબડી... તૂર્કિયેના પ્રમુખ એર્દોગન સાથે PM મોદીની ઉષ્માભેર મુલાકાત
હાથ મિલાવ્યા, પીઠ થાબડી... તૂર્કિયેના પ્...
Sep 01, 2025
ઉત્તરાખંડ-હિમાચલથી માંડી જમ્મુ-કાશ્મીર સુધી વરસાદનો કહેર, લાખો લોકો પ્રભાવિત, રેસ્ક્યૂ યથાવત્
ઉત્તરાખંડ-હિમાચલથી માંડી જમ્મુ-કાશ્મીર સ...
Sep 01, 2025
અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાના ભૂકંપે તબાહી મચાવી, 509 ના મોત, 1000થી વધુ ઈજાગ્રસ્ત
અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાના ભૂકંપે તબ...
Sep 01, 2025
Trending NEWS

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025