શેરબજારની સાપ્તાહિક શરૂઆત પોઝિટીવ, સેન્સેક્સ 555 પોઈન્ટ ઉછળ્યો, મૂડીમાં 5.21 લાખ કરોડનો વધારો
September 01, 2025

વૈશ્વિક પડકારો વચ્ચે વિકસી રહેલા ભારતીય અર્થતંત્રના આંકડાઓના કારણે શેરબજારમાં આજે સપ્તાહની શરૂઆત પોઝિટીવ રહી હતી. વધુમાં ચીનમાં યોજાયેલી એસસીઓ બેઠકના સકારાત્મક સંકેતોએ પણ બજારને ટેકો આપ્યો હતો.
સેન્સેક્સ આજે નજીવા સુધારા સાથે ખૂલ્યા બાદ ઈન્ટ્રા ડે 597.19 પોઈન્ટ ઉછળ્યો હતો. જે અંતે 554.84 પોઈન્ટના ઉછાળે 80364.49 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 200થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 24635.60ની ઈન્ટ્રા ડે હાઈ સપાટી નોંધાવ્યા બાદ અંતે 198.20 વધી 24625.05 પર બંધ રહ્યો હતો. એકંદરે શેરબજારમાં સુધારાના માહોલ સાથે રોકાણકારોની મૂડીમાં 5.21 લાખ કરોડનો વધારો થયો હતો.
બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 4380 પૈકી 2795 શેર ગ્રીન ઝોનમાં જ્યારે 1391 શેર રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. 129 શેર વર્ષની ટોચે જ્યારે 113 શેર વર્ષના તળિયે નોંધાયા હતા. સેન્સેક્સ પેકમાં પણ સામેલ 30 સ્ક્રિપ્સ પૈકી સાત શેર 1.87 ટકા સુધી ઘટ્યા હતા. જ્યારે અન્ય 23માં 4 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.
ગત શુક્રવારે મોડી સાંજે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રથમ ત્રિમાસિકના જીડીપી આંકડાએ આજે શેરબજારની બાજી પલટી છે. ભારતનો Q1 જીડીપી ગ્રોથ અપેક્ષા કરતાં વધુ 7.8 ટકા નોંધાયો છે. જે મજબૂત આર્થિક ગતિવિધિનો સંકેત આપે છે. આ આંકડાએ રોકાણકારોના વિશ્વાસમાં વધારો કર્યો છે. જેથી આજે મોટાભાગના સેક્ટર્સમાં નીચા મથાળે ખરીદી વધી હતી.
આજે ચીનમાં યોજાયેલી શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં ચીન, રશિયા અને ભારતની એકજૂટતા અને સહયોગે ટ્રમ્પના ટેરિફ બોમ્બ વચ્ચે સકારાત્મક સંકેત આપ્યો છે. આ ત્રણેય દેશોએ અમેરિકાની ટેરિફ નીતિને વખોડી છે. એસસીઓના સભ્ય દેશોએ એકજૂટ થઈ પોતાના દેશના વિકાસમાં સહભાગી થવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. જેની અસર પણ બજાર પર જોવા મળી હતી.
Related Articles
શેરબજારની સળંગ છ દિવસની તેજીને બ્રેક, સેન્સેક્સ 572 પોઈન્ટ તૂટ્યો, ઓટો-આઈટી શેરમાં પ્રોફિટ બુકિંગ
શેરબજારની સળંગ છ દિવસની તેજીને બ્રેક, સે...
Aug 22, 2025
શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 300થી વધુ પોઈન્ટના ઉછાળાથી રોકાણકારો રાજીના રેડ
શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1000 તો નિફ્ટ...
Aug 18, 2025
શેરબજારમાં મંદીને બ્રેક, સેન્સેક્સ 750 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24500 ક્રોસ, જાણો ઉછાળાના કારણો
શેરબજારમાં મંદીને બ્રેક, સેન્સેક્સ 750 પ...
Aug 11, 2025
ટ્રમ્પના ટેરિફ સામે શેરબજાર ગગડ્યા, સેન્સેક્સે 80000નું લેવલ તોડ્યું, 211 શેરમાં લોઅર સર્કિટ
ટ્રમ્પના ટેરિફ સામે શેરબજાર ગગડ્યા, સેન્...
Aug 07, 2025
ભારત અને રશિયાનું અર્થતંત્ર મૃત છે, અમારે તેમની સાથે વેપાર જ નથી કરવોઃ ટ્રમ્પ
ભારત અને રશિયાનું અર્થતંત્ર મૃત છે, અમાર...
Jul 31, 2025
શેરબજારમાં ટ્રમ્પના ટેરિફ બોમ્બની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટી કડાકા સાથે ખુલ્યાં, 61 શેરમાં લૉઅર સર્કિટ
શેરબજારમાં ટ્રમ્પના ટેરિફ બોમ્બની ઈફેક્ટ...
Jul 31, 2025
Trending NEWS

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025

01 September, 2025