પશ્ચિમ આફ્રિકાના દરિયા કિનારે સ્થળાંતર કરતી હોડી ડૂબી, 70ના મોત

September 01, 2025

પશ્ચિમ આફ્રિકાના દરિયાકાંઠે સ્થળાંતર કરતી હોડી ડૂબી જતાં 70 લોકોના મોત થયા છે. ગામ્બિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યુ હતુ કે, આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 70 લોકોના મોત થયા છે. હોડી ગામ્બિયાથી રવાના થઈ હતી અને તેમાં મોટાભાગના ગેમ્બિયન અને સેનેગલના નાગરિકો સવાર હતા.

પશ્ચિમ આફ્રિકાના દરિયાકાંઠે મોટી દુર્ઘટના ઘટી છે. મોરિટાનિયાના દરિયાકાંઠે બોટ ડૂબી ગઈ હતી. મોરિટાનિયાના વહીવટીતંત્રે 70 મૃતદેહો બહાર કાઢ્યા હતા. જ્યારે પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે મૃત્યુઆંક 100થી વધુ હોઈ શકે છે. આ અકસ્માતને છેલ્લા કેટલાક વર્ષોમાં યુરોપ જતા સ્થળાંતર કરનારાઓ માટે સૌથી ભયંકર અકસ્માતોમાંનો એક માનવામાં આવે છે. અધિકારીઓનું કહેવું છે કે બોટમાં લગભગ 150 લોકો હતા. જેમાંથી ફક્ત 16 લોકોને જ જીવતા બચાવી શકાયા હતા.