આતંકવાદનું સમર્થન સ્વીકાર્ય નહીં... પીએમ મોદીએ ચીનની સામે જ પાકિસ્તાનને ખખડાવ્યું

September 01, 2025

પીએમ મોદી હાલમાં ચીનના પ્રવાસે છે. વિશ્વની મહાશક્તિઓ હાલ ચીનમાં છે કારણ તે ચીનમાં SCO સમિટ 2025નું આયોજન કરાયું છે. જેમાં પીએમ મોદી દ્વારા  સંબોધન કરવામાં આવ્યું . પીએમ મોદીએ સંબોધન કરતા એસસીઓ સમિટમાં પહલગામ આતંકવાદનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે પહલગામ હુમલો એ માનવતા પર હુમલો છે. આતંકવાદને કારણે બાળકો અનાથ થયા. આતંકવાદનો દરેક રૂપમાં મળીને અંત કરવો પડેશ. કેટલાક દેશોનું આતંકવાદને સમર્થને સ્વીકાર્ય નહીં.ભારત વર્ષોથી આતંકવાદ સામે લ઼ડી રહ્યું છે.
 
ભારત છેલ્લા ચાર દાયકાથી આતંકવાદનો ભોગ બની રહ્યું છે. તાજેતરમાં જ, આપણે પહેલગામમાં આતંકવાદનું સૌથી ખરાબ પાસું જોયું. આ દુઃખની ઘડીમાં આપણી સાથે ઉભા રહેલા મિત્ર દેશનો હું આભાર માનું છું. આપણે સ્પષ્ટ અને સર્વાનુમતે કહેવું પડશે કે આતંકવાદ પર કોઈ પણ બેવડા ધોરણો સ્વીકાર્ય નથી.

ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન કાઉન્સિલ (SCO) સભ્યોના સત્રમાં પીએમ મોદીએ જણાવ્યું કે, આ હુમલો માનવતામાં વિશ્વાસ રાખતા દરેક દેશ અને વ્યક્તિ માટે એક ખુલ્લો પડકાર હતો. આવી સ્થિતિમાં  એ પ્રશ્ન ઊભો થવો સ્વાભાવિક છે કે શું કેટલાક દેશો દ્વારા આતંકવાદને ખુલ્લું સમર્થન આપણને સ્વીકાર્ય હોઈ શકે?  આપણે સર્વાનુમતે દરેક સ્વરૂપ અને રંગમાં આતંકવાદનો વિરોધ કરવો પડશે. માનવતા પ્રત્યે આ આપણી ફરજ છે.