સુરતની હોટલમાંથી ડ્રગ્સ ઝડપાયું, સેક્સ રેકેટનો પણ થયો પર્દાફાશ, 3 પેડલરોની ધરપકડ
October 18, 2024
સુરત : વેસુમાં વીઆઇપી રોડ ઉપર આકાશ રીટેલ કોમ્પલેક્ષના પાંચમા માળે આવેલી હોટેલ સુપિરીયરમાં પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ડ્રગ્સનું વેચાણ કરનારા શૈલેંદ્રકુમાર રામધન શર્મા, મોહમદ ચાંદ મોહમ્મદ આબીદ શેખ અને મોહમ્મદ જુનેદ ઉર્ફે સાહીલ અલ્તાફ હુશેન કડીયા ઝડપી પાડ્યાં, તેમની પાસેથી 95 મિલીગ્રામ આશરે 9500 રૂપિયાનું એમડી ડ્રગ્સ પણ મળ્યું હતું.
ડ્રગ્સ સાથે ઝડપાયેલા બે વ્યક્તિ નશાની હાલતમાં હતી, તેમણે ગુટખામાં ડ્રગ્સ મિક્સ કર્યું હોવાનું સામે આવ્યું. આ ઉપરાંત, હોટેલના અન્ય રૂમમાંથી ત્રણ યુવતી મળી આવી હતી. જેમાંથી એક શૈલેન્દ્ર શર્માની ગર્લફ્રેન્ડ હતી અને બે લલના હતી. આ ત્રણેય યુવતીઓ દેહવિક્રય માટે રાખવામાં આવી હતી. જો કે, તેઓ ગ્રાહકોને હોટેલમાં બોલાવતા ન હતા, પરંતુ ગ્રાહકો ઈચ્છે એ જગ્યાએ આ ત્રણેયને લઈ જવાતી હતી. ડ્રગ્સ એડિક્ટ એવા સેક્સ માફિયા શૈલેન્દ્ર, ચાંદ અને જુનેદે એમડી ડ્રગ્સ ભાઠેનાના ખલીલ પાસે લાવ્યા હોવાનું જણાવ્યું હતું. જેમાં વેસુ પોલીસે ખલીલને વોન્ટેડ જાહેર કર્યો અને અન્ય આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Related Articles
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના: એક જ પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના: એક જ પરિ...
Feb 25, 2026
ગુજરાતમાં આજે ફરી કમોસમી વરસાદની આગાહી: 6 જિલ્લામાં યલો ઍલર્ટ, લખતરમાં વરસાદી ઝાપટાં
ગુજરાતમાં આજે ફરી કમોસમી વરસાદની આગાહી:...
Feb 24, 2026
બિહારમાં નક્સલવાદી જૂથનો સાગરિત દમણથી પકડાયો
બિહારમાં નક્સલવાદી જૂથનો સાગરિત દમણથી પક...
Feb 22, 2026
મહેસાણામાં ગમખ્વાર અકસ્માત: લગ્નથી પાછા આવતા અમદાવાદનો પરિવાર વિખેરાયો, 4ના મોત
મહેસાણામાં ગમખ્વાર અકસ્માત: લગ્નથી પાછા...
Feb 21, 2026
ખેડૂતો માટે ચિંતાના સમાચાર! રાજ્યમાં ફરી માવઠાની આગાહી, ઉ.ગુજરાતમાં આજે પડશે કમોસમી વરસાદ
ખેડૂતો માટે ચિંતાના સમાચાર! રાજ્યમાં ફરી...
Feb 18, 2026
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે પોરબંદરના દરિયામાંથી ૨૦૩ કિલો ડ્રગ્સ સાથે બે ઈરાનીને ઝડપી પાડ્યા
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે પોરબંદરના દરિ...
Feb 18, 2026
Trending NEWS
23 February, 2026
23 February, 2026
23 February, 2026
23 February, 2026
23 February, 2026
22 February, 2026
22 February, 2026
22 February, 2026
22 February, 2026
22 February, 2026