Breaking News :
લોકસભા સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર મણિપુરમાં ફરી ભારેલો અગ્નિ: ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ પત્નીને કહેજો હું તેને પ્રેમ કરું છું..., રસ્તા પર વિમાનનું ક્રેશ લેન્ડિંગ, 3 કારને ઉડાવી છતાં કુદરતનો ચમત્કાર! 'FIR નોંધીને ધરપકડ કરો..', PM મોદી સાથે 'અપ્રિય ઘટના'ની આશંકા મુદ્દે રાહુલ ગાંધીનો જવાબ અમદાવાદ બાળ તસ્કરી કેસમાં મોટો ઘટસ્ફોટ: બાળકની સાથે બર્થ સર્ટિફિકેટ પણ અપાતું, એજન્ટોનું મોટું નેટવર્ક સક્રિય ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે ઓટાવામાં હાઈ-પ્રોફાઈલ બેઠક યોજાઈ

પાવાગઢમાં નવરાત્રિ દરમિયાન ભક્તોનું કીડિયારું, 5 લાખથી વધુ ભક્તોએ કર્યાં દર્શન

October 13, 2024

પાવાગઢ- પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રિના પહેલાં નોરતાથી જ મહાકાળી માતાજીના ભક્તો દર્શન માટે ઉમટી પડ્યાં હતાં. નવરાત્રિ દરમિયાન જાણે માતાના ગઢે ભક્તોનું કીડિયારું ઉભરાયું હોય તેવો નજારો જોવા મળ્યો હતો. આ વખતે ફક્ત નવરાત્રિના નવ દિવસોમાં જ 5 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતાં. માતાજીનું પવિત્ર આસ્થા ધામ એવા પાવાગઢમાં નવરાત્રિ દરમિયાન પાંચ લાખથી વધુ માઇ ભક્તોએ પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા પહોંચ્યા હતાં. મોટી સંખ્યામાં પદયાત્રીઓ પણ માતાજીના દર્શન માટે પહોંચ્યા હતાં.  રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ લાખો માઇ ભક્તો મહાકાળી માતાના મંદિર દર્શન માટે પહોંચ્યા હતાં. આ પદયાત્રીઓ મોટાભાગે રાત્રિ દરમિયાન જ પ્રવાસ ખેડતા જોવા મળ્યા હતાં. જોકે, આ દરમિયાન સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.