Breaking News :
ભાવનગર નકલી દારૂકાંડ: મધ્ય પ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા, કુલ 27ની થઈ ધરપકડ તેલંગણામાં ઓવરડોઝ આપી માતા-પિતાની હત્યા કરનાર નર્સનો હોસ્ટેલમાં આપઘાત, ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં હત્યાનું ષડયંત્ર રચ્યું દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર : 2300થી વધુ કેસ નોંધાયા, આરોગ્ય મંત્રીએ હાઇ-લેવલ બેઠક બોલાવી બિહારમાં ગંગાના પૂરનું સંકટ : ફરક્કા બેરેજના તમામ દરવાજા ખોલવા મુખ્યમંત્રીની બંગાળને અપીલ મહારાષ્ટ્રના પરભણીમાં નર્સિંગ પરીક્ષાનું પેપર લીક: વોટ્સએપ પર પ્રશ્નપત્ર વાયરલ કરવા મામલે સુપરવાઈઝર સહિત 4 લોકોની ધરપકડ ઓડિશાના દરિયાકાંઠે પનામાનું કાર્ગો જહાજ ડૂબતા 22 ક્રૂ મેમ્બર્સ લાપતા: 2 ચીની નાગરિકો બચાવાયા

150 વર્ષનો રૅકોર્ડ તોડશે અલ-નીનો! અનેક દેશો પર હિટવેવ અને દુકાળનો ખતરો વધ્યો

August 04, 2026

હવામાન વિજ્ઞાનીઓની તાજેતરની ચેતવણીએ સમગ્ર વિશ્વમાં ફરી એકવાર ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, વિશ્વમાં ટૂંક સમયમાં જ અત્યાર સુધીનો સૌથી વિનાશક 'સુપર અલ-નીનો' જોવા મળી શકે છે. જો આ આગાહી સાચી પડી તો તે છેલ્લા 150 વર્ષનો સૌથી શક્તિશાળી અને તાકતવર સુપર અલ-નીનો સાબિત થશે. હવામાન મોડેલ્સના આંકડા દર્શાવે છે કે આ સ્થિતિ સર્જાવાના કારણે વૈશ્વિક સ્તરે તાપમાનના તમામ જૂના રૅકોર્ડ તૂટી શકે છે. જેના પરિણામે વિશ્વના અનેક દેશોમાં કાળઝાળ ગરમી, ભીષણ દુષ્કાળ અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ જેવી કુદરતી આફતોનું પ્રમાણ વધી શકે છે.  સુપર અલ-નીનો એ કોઈ નવી વૈજ્ઞાનિક ઘટના નથી, પરંતુ તે હવામાનમાં આવતું એક મોટા પાયાનું પરિવર્તન છે. જ્યારે પેસિફિક મધ્ય સાગરની સપાટીનું પાણી સામાન્ય તાપમાન કરતાં ખૂબ જ વધારે ગરમ થઈ જાય છે, ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. સમુદ્રમાં સર્જાતી આ ગરમી માત્ર સમુદ્રી વિસ્તાર પૂરતી સીમિત રહેતી નથી, પરંતુ તેની સીધી અસર સમગ્ર દુનિયાના હવામાન ચક્ર પર પડે છે. આ જ કારણસર વિશ્વભરના વાતાવરણ વિજ્ઞાનીઓ સતત આ ઘટના પર નજર રાખી રહ્યા છે. કેલિફોર્નિયા સ્થિત પ્રખ્યાત સંસ્થા 'બર્કલે અર્થ'ના રિપોર્ટ અનુસાર, વિશ્વના 14 અલગ-અલગ ક્લાઈમેટ મોડેલ્સ દ્વારા કરવામાં આવેલા સેંકડો અનુમાનોમાંથી લગભગ 90 ટકા મોડેલ્સ એવું દર્શાવી રહ્યા છે કે આ વખતે ટ્રોપિકલ પ્રશાંત મહાસાગરનું તાપમાન છેલ્લા 150 વર્ષની સરખામણીએ સૌથી ઉચ્ચ સ્તરે પહોંચી શકે છે. આ દરમિયાન સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં 3.6 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી જવાની ભીતિ છે. આ પહેલા સૌથી શક્તિશાળી સુપર અલ-નીનો વર્ષ 2015-16માં નોંધાયો હતો, જ્યારે સમુદ્રી તાપમાનમાં 2.75 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો હતો.