ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, આજે બે જિલ્લામાં રેડ ઍલર્ટ, 27 જૂન સુધી થશે ધોધમાર વરસાદ
June 21, 2025

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી 27 જૂન સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આજે શનિવારે (21 જૂન) બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અત્યંત ભારે વરસાદને પગલે હવામાન વિભાગે રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. આ સાથે આજે 27 જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે, ત્યારે ચાલો જાણીએ આગામી 6 દિવસ કયા કેવો રહેશે વરસાદી માહોલ.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે શનિવારે (21 જૂન) નવસારી, વલસાડ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મોરબી, જામનગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
આવતીકાલે રવિવારે (22 જૂન) કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને તાપી, ડાંગ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, મોરબી, જામનગર, ખેડા, પંચમહાલ, આણંદ, રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
23 જૂને બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે અને કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, તાપી, સુરત, ડાંગ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, મોરબી, જામનગર, બોટાદ, ખેડા, પંચમહાલ, આણંદ, રાજકોટ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
Related Articles
સેબી-આરબીઆઇની મંજૂરી વિના વિદેશમાં નાણાં મોકલવાના ચકચારી કૌભાંડમાં જામનગરના યુવાનની ધરપકડ
સેબી-આરબીઆઇની મંજૂરી વિના વિદેશમાં નાણાં...
Jul 19, 2025
વડોદરાના કરજણમાં નર્મદા કેનાલમાં ખાબકી કાર, 2 લોકોના મોત, પરિવારમાં શોકનો માહોલ
વડોદરાના કરજણમાં નર્મદા કેનાલમાં ખાબકી ક...
Jul 19, 2025
બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, દાંતામાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વ...
Jul 19, 2025
ગંભીરા બ્રિજ તૂટવા મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ: સરકારની કામગીરી સામે નારાજગી દર્શાવી
ગંભીરા બ્રિજ તૂટવા મુદ્દે હાઇકોર્ટ લાલઘૂ...
Jul 18, 2025
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ચીફ ઓફિસર વિરૂદ્ધ કાર્યવાહી, આગામી 3 વર્ષ નહીં મળે પગાર-ભથ્થું
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ચીફ ઓફિસર વિ...
Jul 18, 2025
જામકંડોરણાના પાદરીયા ગામે તળાવમાં ડૂબવાથી 3 બાળકના મોત
જામકંડોરણાના પાદરીયા ગામે તળાવમાં ડૂબવાથ...
Jul 17, 2025
Trending NEWS

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025