કરોડપતિ બિઝનેસમેન સાથે લગ્ન કરશે જાણીતી અભિનેત્રી, 39 વર્ષની વયે બનશે 'દુલ્હન'

November 22, 2025

મશહૂર ટીવી એક્ટ્રેસ પવિત્રા પુનિયા હાલમાં પોતાના અંગત જીવનને લઈને ખૂબ જ ચર્ચામાં છે. રિપોર્ટ્સ અનુસાર, આ ગ્લેમરસ અભિનેત્રી ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. કહેવાય છે કે તે યુએસ સ્થિત એક કરોડપતિ બિઝનેસમેનની દુલ્હન બનશે. જોકે હજુ સુધી તેનું નામ જાહેર કરવામાં નથી આવ્યું.  મીડિયા રિપોર્ટ અનુસાર પવિત્રા પુનિયા આવતા વર્ષે 2026ના માર્ચ મહિનામાં લગ્ન કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ભવ્ય સમારોહ ભારતમાં જ આયોજિત થશે.

જોકે, આ વેડિંગ સેરેમની ખૂબ જ ખાનગી રીતે યોજાશે, જેમાં ફક્ત બંનેના પરિવારજનો અને નજીકના સંબંધીઓ જ હાજર રહેશે. સૂત્રોએ વધુમાં જણાવ્યું છે કે પવિત્રા પુનિયા અત્યારે ખૂબ જ ખુશ છે અને પોતાની જિંદગીના આ નવા અધ્યાયની શરૂઆત કરવા માટે તે ખૂબ ઉત્સાહિત છે. જોકે, અભિનેત્રીએ પોતે હજી સુધી આ લગ્નના રિપોર્ટ્સને સત્તાવાર રીતે કન્ફર્મ કર્યા નથી.

પવિત્રા પુનિયાએ ઑક્ટોબર મહિનામાં પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર સગાઈની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તેનો બોયફ્રેન્ડ તેને પ્રપોઝ કરતો જોવા મળ્યો હતો. જોકે, પવિત્રાએ હજી સુધી પોતાના ભાવી પતિનો ચહેરો જાહેર કર્યો નથી, પરંતુ આ સમાચારને લઈને તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે અને તેઓ જલ્દી જ પવિત્રાના 'દુલ્હે રાજા'ને જોવા માટે રાહ જોઈ રહ્યા છે.