કેનેડાના જંગલોમાં ભીષણ આગ, 24000 લોકોને રેસ્ક્યુ કરાયા, તાપમાન વધી ગયુ
May 07, 2023

આલ્બર્ટા- કેનેડાના આલ્બર્ટા પ્રાંતના જંગલોમાં હજી તો ઉનાળો શરુ થયો નથીને ભીષણ આગ લાગી છે. જેના કારણે હજારો લોકોને બેઘર થવાનો વારો આવ્યો છે. આગની ભયાનકતાને જોતા યુનાઈએટડ કન્ઝરવેટિવ પાર્ટી દ્વારા ઈમરજન્સીનુ એલાન કરવામાં આવ્યુ છે. બેકાબૂ બનેલી આગ જંગલોના વધારેને વધારે વિસ્તારોને પોતાના સપાટામાં લઈ રહી છે. શનિવારે સાંજ સુધીમાં 24000 લોકોનુ આગના કારણએ સ્થળાંતર કરવામાં આવ્યુ છે.
આગના કારણે તાપમાનમાં પણ વધારો થયો છે અને લોકોને ચામડી દઝાતી હોવાનો અનુભવ થઈ રહ્યો છે. આ વિસ્તારમાં ઓઈલની પાઈપલાઈન પણ છે. જેણે સરકારનુ ટેન્શન વધારી દીધુ છે. કુલ મળીને 110 જગ્યાઓ પર આગ લાગી છે અને તેમાંથી 36 જગ્યાઓ પરની આગ કાબૂ બહાર છે. પ્રવક્તા ક્રિસ્ટી ટકરનુ કહેવુ છે કે, આગના કારણે લોકો ગરમ હવાના થપેડાઓ સામે તથા ગરમી સામે ઝઝૂમી રહ્યા છે. જોશભેર પવન ફૂંકાઈ રહ્યો હોવાથી આગ ઝડપથી ફેલાઈ રહી છે.
ફાયર ફાઈટરો માટે બચાવ કામગીરી પણ મુશ્કેલ થઈ રહી છે. હવામાન તેમની સાથે નથી. કેનેડાના ક્યૂબેક તેમજ ઓન્ટારિયો પ્રાંતમાંથી પણ ફાયર બ્રિગેડના કાફલાને મદદ માટે મોકલવામાં આવ્યો છે. આ આગના કેટલાક વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આગના કારણે કેનેડાની રાજધાની એડમોન્ટનથી 140 કિલોમીટર દુર આવેલી ડ્રેટન વેલીમાંથી 7000 લોકોને સુરક્ષિત જગ્યાઓ પર પહોંચાડવા પડ્યા છે. રાહત કાર્ય માટે દોઢ અબજ ડોલર ફાળવવામાં આવ્યા છે. સરકારનુ કહેવુ છે કે, આ પહેલા ક્યારે પણ આટલી ભયંકર આગ લાગી નથી.
Related Articles
કેનેડિયન પીએમે ઇટાલીમાં સજાતીય અધિકારો અંગે ચિંતા વ્યક્ત કરી
કેનેડિયન પીએમે ઇટાલીમાં સજાતીય અધિકારો અ...
May 23, 2023
કેનેડા આંતરરાષ્ટ્રીય શિક્ષણ વ્યુહરચનામાં કરશે ફેરફાર:એજન્ટો પર નિયમનને આપશે પ્રાથમિકતા
કેનેડા આંતરરાષ્ટ્રીય શિક્ષણ વ્યુહરચનામાં...
May 23, 2023
પાક હિંસા : કેનેડા,અમેરિકા,અને અમેરિકાએ નાગરિકો માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઝરી
પાક હિંસા : કેનેડા,અમેરિકા,અને અમેરિકાએ...
May 10, 2023
કેનેડાના આલ્બર્ટામાં જંગલમાં આગ:અત્યાર સુધીમાં 30 હજાર લોકોએ પોતાનું ઘર છોડ્યું, 31 જગ્યાએ સ્થિતિ કાબુમાં નથી
કેનેડાના આલ્બર્ટામાં જંગલમાં આગ:અત્યાર સ...
May 08, 2023
કેનેડામાં ચૌધરી પરિવારના મોત મામલે નવો વળાંક:મહેસાણાના ત્રણ શખસોએ 60 લાખ લઇ ટેક્સીથી અમેરિકા પહોંચાડવાની ખાતરી આપી હતી
કેનેડામાં ચૌધરી પરિવારના મોત મામલે નવો વ...
May 04, 2023
કેનેડા પોલીસની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો માસ્ટર માઈન્ડ ગોલ્ડી બરાર
કેનેડા પોલીસની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સા...
May 02, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023