અમેરિકામાં વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ, સિક્રેટ સર્વિસે શખસને મારી ગોળી
March 09, 2025

બંદૂક લઈને આવેલો વ્યક્તિ ઈન્ડિયાનાથી આવ્યો હતો
વોશિંગ્ટન : અમેરિકાના વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગની ઘટના બની છે, જેમાં સિક્રેટ સર્વિસના અધિકારીઓએ બંદૂક લઈને આવેલા શખસને ગોળી મારી છે. આ ઘટના રવિવારે મોડી રાત્રે બની હતી, જોકે આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડામાં હતાં. વાસ્તવમાં સિક્રેટ સર્વિસના અધિકારીઓને માહિતી મળી હતી કે, વ્હાઈસ પાસે આવેલો વ્યક્તિ આત્મઘાતી છે, તેથી તેઓએ શખસની પૂછપરછ કરી અને અચાનક અથડામણ થયા બાદ ફાયરિંગ થયું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ બંદૂક લઈને આવેલો વ્યક્તિ ઈન્ડિયાનાથી આવ્યો હતો. રિપોર્ટ મુજબ સિક્રેટ સર્વિસને લોકલ પોલીસે માહિતી આપી હતી કે, ફાયરિંગ કરનાર વ્યક્તિ જેવો જ મળતો ચહેરો અને તેની કાર વ્હાઈટ પાસે જોવા મળી હતી. ત્યારબાદ અધિકારીઓએ આ કાર્યવાહી કરી હતી. એવું કહેવાય છે કે, સિક્રેટ સર્વિસના અધિકારીઓને માહિતી મળ્યા બાદ તેઓ શખસ પાસે ગયા હતા. આ દરમિયાન અધિકારીઓએ તેની પૂછપરછ કરતા તે વ્યક્તિએ અધિકારીઓને બંદૂક દેખાડી હતી. જોકે હજુ સુધી સ્પષ્ટ નથી કે, તે શખસે અધિકારીઓ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો કે નહીં. જોકે એવું કહેવાય છે કે, તેણે બંદૂક બતાવતા અથડામણ થઈ હતી અને ત્યારબાદ અધિકારીઓએ તે વ્યક્તિને ગોળી મારી દીધી હતી.
Related Articles
પૃથ્વી પર પરત ફરતાં જ સુનિતા વિલિયમ્સનું પહેલું રિએક્શન
પૃથ્વી પર પરત ફરતાં જ સુનિતા વિલિયમ્સનું...
Mar 19, 2025
સુનિતા વિલિયમ્સ પરત ફર્યા : ટ્રમ્પે કહ્યુ મે અને મસ્કે આપેલુ વચન નિભાવ્યુ
સુનિતા વિલિયમ્સ પરત ફર્યા : ટ્રમ્પે કહ્ય...
Mar 19, 2025
ફ્રાન્સના નેતાએ 'સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી' પાછું માંગ્યું, અમેરિકાએ આપ્યો જોરદાર જવાબ
ફ્રાન્સના નેતાએ 'સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી' પા...
Mar 18, 2025
'પહેલાં ફેક્ટ ચેક કરો પછી બોલો,' બાંગ્લાદેશે ગબાર્ડના લઘુમતીઓ પર અત્યાચારના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું
'પહેલાં ફેક્ટ ચેક કરો પછી બોલો,' બાંગ્લા...
Mar 18, 2025
ગાઝામાં તબાહી, યુદ્ધ વિરામ વચ્ચે ઇઝરાયલે કર્યો હુમલો, 200ના મોત
ગાઝામાં તબાહી, યુદ્ધ વિરામ વચ્ચે ઇઝરાયલે...
Mar 18, 2025
17 કલાકની મુસાફરી, પાણીમાં લેન્ડીંગ, જાણો વાપસી માટેનું સમયપત્રક
17 કલાકની મુસાફરી, પાણીમાં લેન્ડીંગ, જાણ...
Mar 18, 2025
Trending NEWS

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025