કર્ક, કન્યા અને કુંભ રાશિના જાતકો માટે 7 દિવસ કષ્ટકારી, શનિ-રાહુ બન્યા છે કારણ

October 10, 2023

નવી મુંબઇ : વૈદિક જ્યોતિષમાં શનિ અને રાહુનું વિશેષ મહત્વ છે. શનિને ન્યાય અને કર્મનો પ્રદાતા માનવામાં આવે છે, જ્યારે રાહુને છાયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. શનિ અને રાહુ બંને ધીમી ગતિએ ચાલતા ગ્રહો છે જ્યારે રાહુ હંમેશા ઉલટી દિશામાં આગળ વધે છે. શનિ-રાહુની ચાલ તમામ રાશિઓ પર ઉંડો પ્રભાવ પડે છે. વૈદિક જ્યોતિષ અનુસાર, દરેક ગ્રહ સમયની સાથે પોતાની સ્થિતિને સતત બદલતા રહે છે. આ ગ્રહોના ફેરફારો તમામ રાશિના વ્યક્તિઓ પર નોંધપાત્ર અસર કરે છે

હાલમાં શનિ સ્વરાશિ કુંભ રાશિમાં સ્થિત છે. શનિએ 15 માર્ચે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો અને 17 ઓક્ટોબર, 2023 સુધી આ નક્ષત્રમાં રહેશે. 

શતભિષા નક્ષત્રનો સ્વામી રાહુ છે, જેનો અર્થ છે કે, શનિ-રાહુનો સંયોગ ઘણા મહિનાઓથી ઘણી રાશિઓ પર અસર કરી રહ્યો છે. જ્યારે શનિ અને રાહુ ભેગા થાય છે ત્યારે પિશાચ યોગનું નિર્માણ થાય છે. 

જાણો આગામી 7 દિવસમાં શનિ-રાહુ યુતિની કઈ રાશિ પર શું પ્રભાવ પડશે?

કર્કઃ આ રાશિના લોકો માટે આવનારા સાત દિવસો ખૂબ જ કષ્ટદાયક સાબિત થઈ શકે છે. નાણાકીય બાબતોમાં નુકસાન થવાની સંભાવના છે. આ રાશિના જાતકોને કરિયરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. શનિ-રાહુની યુતિ દરમિયાન તમારે પૈસા સંબંધિત બાબતો અને નોકરી સંબંધિત નિર્ણયોમાં સાવચેત રહેવું જોઈએ.

કન્યા: શતભિષા નક્ષત્રમાં શનિ અને રાહુનો સંયોગ પણ કન્યા રાશિના જાતકો પર અશુભ પ્રભાવ પાડે છે. આ સમય દરમિયાન, તમારે સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 

17મી ઓક્ટોબર સુધીનો સમય તમારા માટે કષ્ટદાયી બની શકે છે. તેથી, કોઈપણ પ્રકારની નાણાકીય સમસ્યાથી બચવા માટે, તમારે બજેટ તૈયાર કરવું જોઈએ. આ રાશિના જાતકોએ પોતાના વર્તન પ્રત્યે સાવચેત રહેવું જોઈએ કારણ કે, તમારું સન્માન અને પ્રતિષ્ઠા પણ જોખમમાં આવી શકે છે.

કુંભ: 17 ઓક્ટોબર સુધી શતભિષા નક્ષત્રમાં શનિ-રાહુની યુતિના કારણે કુંભ રાશિના જાતકોને વધુ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. કુંભ રાશિના લોકો હાલમાં શનિની સાડાસાતીના બીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. 17મી ઓક્ટોબર સુધી તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. 

આ શનિ-રાહુની યુતિ દરમિયાન, ખાસ કરીને પૈસાની બાબતોમાં સમજદારીભર્યા નિર્ણયો લેવા અને તમારી પસંદગીઓ અને વર્તન પ્રત્યે વધુ સભાન રહેવું સુચવી જાય છે.