બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક મુંબઈમાં ક્રિકેટ રમ્યા, સ્ટેડિયમમાં મુકેશ અંબાણી સાથે મેચ જોવા પહોચ્યાં

February 03, 2025

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે દક્ષિણ મુંબઈમાં પારસી જીમખાનાની મુલાકાત લીધી. આ સમય દરમિયાન તેમણે ટેનિસ બોલથી ક્રિકેટ રમવાનો આનંદ પણ માણ્યો હતો. સાંજે ઋષિ સુનક ભારતીય ટીમના ખેલાડી અને કપ્તાન સૂર્યકુમાર યાદવ સાથે મુલાકાત કરી હતી.

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાયેલી ભારત અને ઈંગ્લેન્ડની પાંચમી ટી20 મેચમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે મેચ અગાઉ કપ્તાન સૂર્યકુમાર યાદવ સાથે મુલાકાત પણ કરી હતી. તેઓ બંને ટીમના કપ્તાન સાથે વાતચીત કરતાં નજરે પડ્યા હતા. ઋષિ સુનક સ્ટેડિયમમાં મુકેશ અંબાણી સાથે મેચ નિહાળતાં જોવા મળ્યા હતા. તેમની સાથે મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી પણ હાજર હતા.

ક્રિકેટ રમતાં જોવા મળ્યા બ્રિટનના પૂર્વ વડાપ્રધાન
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X તેમની ક્રિકેટ રમતી શેર કરી છે. જેમાં તેઓ હાથમાં બેટ લઈને ક્રિકેટ રમતાં જોવા મળે છે. તેમણે સોશિયમ મીડિયા પર જણાવ્યું કે ટેનિસ બોલ ક્રિકેટથી રમ્યા વિના મુંબઈની કોઈ મુસાફરી પૂર્ણ માનવામાં નથી આવતી.પારસી જિમખાના ક્લબના સ્થાપના સમારોહમાં તમારી સૌની વચ્ચે હોવાનો આનંદ છે. આટલો મોટો ઇતિહાસ અને ઘણી બધી રોમાંચક ચીજોનોનો સાક્ષી બન્યો છું. આજે સવારે હું વધારે આઉટ નથી થયો.