સુરતમાં બાળકના મોત બાદ કાર્યપાલક ઈજનેર સહિત ચારને શો કોઝ નોટિસ
February 07, 2025

સુરત : સુરત પાલિકાના રાંદેર ઝોનમાં સ્ટ્રોમ ડ્રેઈનમાં બે વર્ષના બાળકનું પડી જતાં મોત થયા બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. આ ઘટના માટે જવાબદાર ગણાતા રાંદેર ઝોનના કાર્યપાલક ઈજનેર સહિત ચાર કર્મચારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. આ અધિકારીઓને બે દિવસથી માંડીને સાત દિવસમાં નોટિસનો જવાબ આપવા તાકીદ કરી છે.
સુરત પાલિકાનું 8800 કરોડનું બજેટ છે તેમ છતાં કેટલીક કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. સુરત પાલિકાના સ્ટ્રોમ ડ્રેઈનમાં અમરોલી-વરીયાવ રોડ પર બે વર્ષનો બાળક કેદાર પડી ગયો હતો અને 24 કલાક બાદ તેનો મૃતદેહ વરિયાવ પમ્પીંગ સ્ટેશનમાંથી મળ્યો હતો. આ ઘટનામાં સુરત પાલિકાની ગંભીર બેદરકારી બહાર આવી હતી. આ ઘટના બાદ લોકોનો રોષ ફાટી નિકળ્યો હતો. આ ઘટના બાદ વરસાદી ગટરનું ઢાંકણું ખુલ્લુ હોવાના કારણે બાળક પડી જતાં મોત થયું હતું અને વરસાદી ગટરમાં ગટર અને તબેલાના ગંદા પાણીના ગેરકાયદે જોડાણના કારણે બાળકનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બાદ સુરત પાલિકાએ આ ઘટનામાં રાંદેર ઝોનના કાર્યાપાલક ઈજનેર તેજસ પટેલને નોટિસ ફટકારી છે અને સાત દિવસમાં જવાબ આપવાની તાકીદ કરી છે.
આ ઉપરાંત ડેપ્યુટી ઈજનેર નીતિન ચોધરી અને જુનિયર ઈજનેર રાકેશ પટેલને નોટિસ આપી પાંચ દિવસમાં જવાબ આપવા તાકીદ કરી છે જ્યારે સુપરવાઈઝર ચેતન રાણાને શો કોઝ નોટિસનો જવાબ બે દિવસમાં આપવા તાકીદ કરી છે.
Related Articles
વિદેશની ઘેલછાએ વધુ એક જીવ લીધો: ઉધાર પૈસાથી દીકરો વિદેશ ગયો, ઉઘરાણીથી કંટાળી પિતાનો આપઘાત
વિદેશની ઘેલછાએ વધુ એક જીવ લીધો: ઉધાર પૈસ...
Mar 18, 2025
સુરતમાં રાજમાર્ગ પર ભાગળથી ચોક બજાર સુધીમાં રાત્રી દબાણની વ્યાપક ફરિયાદ બાદ તંત્ર જાગ્યું
સુરતમાં રાજમાર્ગ પર ભાગળથી ચોક બજાર સુધી...
Mar 18, 2025
રક્ષિતને વડોદરા પોલીસે એક મહિના પહેલા પણ પકડ્યો હતો, 'અનધર રાઉન્ડ' વિશે પણ થયો ઘટસ્ફોટ
રક્ષિતને વડોદરા પોલીસે એક મહિના પહેલા પણ...
Mar 17, 2025
ગુજરાતમાં નબીરાઓ બેફામ : હવે રાજકોટમાં મોડી રાત્રે નબીરાએ 3ને ઉડાવ્યા, એકનું મોત, 2 ગંભીર
ગુજરાતમાં નબીરાઓ બેફામ : હવે રાજકોટમાં મ...
Mar 17, 2025
છેલ્લી ઘડીએ આયોજન કરાયું, ભૂલાઇ ગયું હશે : વિક્રમ ઠાકોરની નારાજગી મુદ્દે સરકારનો જવાબ
છેલ્લી ઘડીએ આયોજન કરાયું, ભૂલાઇ ગયું હશે...
Mar 16, 2025
રાજકોટમાં ચૂંટણીમાં રૂપિયા લઈ ટિકિટો આપી હોવાનો ભાજપના નેતા પર આક્ષેપ
રાજકોટમાં ચૂંટણીમાં રૂપિયા લઈ ટિકિટો આપી...
Mar 16, 2025
Trending NEWS

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025