ઉત્તરપ્રદેશમાં લગ્ન સમારોહથી પાછા આવતા જાનૈયાઓની કાર નહેરમાં ખાબકી, 5ના મોત
November 26, 2025
ઉત્તર પ્રદેશમાં લગ્નથી પરત ફરી રહેલા જાનૈયાઓની કાર ઢખેરવા-ગિરજાપુરી હાઇવે પર અનિયંત્રિત થઈ ગઈ અને શારદા નહેરમાં ખાબકી હતી. જેના લીધે પાંચ લોકોના મોત થયા હતા. કાર ડ્રાઇવરની સ્થિતિ હાલ નાજુક જણાવવામાં આવી રહી છે. અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ગ્રામીણોની મદથી કારમાં સવાર લોકોને બહાર નીકળવામાં આવ્યા હતા. ડ્રાઇવરને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પોલીસના પહોંચતા જ ટોર્ચના પ્રકાશમાં ગ્રામીણો સાથે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. હોડી દ્વારા પોલીસ કાર સુધી પહોંચી અને કારનો દરવાજો ખોલવામાં આવ્યો. જ્યારે કારમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા તો છમાંથી પાંચ લોકોનું મોત થઈ ચુક્યું હતું. ડ્રાઇવરના શ્વાસ ચાલતા જોઈ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જોકે, હજુ તેની સ્થિતિ નાજુક જણાવવામાં આવી રહી છે.
મૃતકોની ઓળખ બહરાઇચના સુજૌલીના ઘાઘરા બૈરાજ નિવાસી 23 વર્ષીય જીતેન્દ્ર, 25 વર્ષીય ઘનશ્યા, 45 વર્ષીય લાલજી, 50 વર્ષીય સુરેશના રૂપે કરવામાં આવી છે. જોકે, હજુ સુધી એક વ્યક્તિની ઓળખ થઈ શકી નથી. કાર બબલુ નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો. હાલ કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી છે. અકસ્માતની જાણ થતા જ મૃતકોના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
Related Articles
હેટ સ્પીચના તમામ મામલા પર નજર ના રાખી શકીએ : સુપ્રીમ
હેટ સ્પીચના તમામ મામલા પર નજર ના રાખી શક...
Nov 26, 2025
કર્ણાટકમાં ભયંકર કાર અકસ્માત, IAS ઓફિસર સહિત તેમના બે ભાઈ કાળને ભેટ્યાં
કર્ણાટકમાં ભયંકર કાર અકસ્માત, IAS ઓફિસર...
Nov 26, 2025
76મો બંધારણ દિવસ: સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ 9 ભાષામાં બંધારણના અનુવાદનું લોકાર્પણ કર્યું
76મો બંધારણ દિવસ: સંસદમાં રાષ્ટ્રપતિ મુર...
Nov 26, 2025
રોહતકમાં બાસ્કેટબૉલ પોલ તૂટી પડતા નેશનલ ખેલાડી હાર્દિક રાઠીનું મોત
રોહતકમાં બાસ્કેટબૉલ પોલ તૂટી પડતા નેશનલ...
Nov 26, 2025
દિલ્હી-એનસીઆરમાં AQIએ વધારી ચિંતા, 29 નવેમ્બરથી તાપમાનમાં વધારાની શક્યતા
દિલ્હી-એનસીઆરમાં AQIએ વધારી ચિંતા, 29 નવ...
Nov 26, 2025
ચક્રવાતી તોફાને વધારી ચિંતા, હવામાન વિભાગે આ રાજ્યો માટે આપ્યુ એલર્ટ
ચક્રવાતી તોફાને વધારી ચિંતા, હવામાન વિભા...
Nov 26, 2025
Trending NEWS
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
25 November, 2025