માંગરોળની કંપનીમાં ગેસ ગળતર: ટાંકી સાફ કરવા ઉતરેલા બે શ્રમિકના મોત
June 07, 2025

માંગરોળ : સુરતના માંગરોળના નાના બોરસરામાં ગેસ ગળતરના કારણે બે મજૂરોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ટાંકી સાફ કરવા ઉતર્યા હતા, ત્યારે ગેસ ગળતરની દુર્ઘટના સર્જાઈ હતી. સમગ્ર મામલે કોસંબા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું હતું કે, 'અંકલેશ્વરની હોસ્પિટલમાંથી અમને બે કામદારોના મોત નીપજ્યા હોવાની જાણ થઈ હતી. જેમાં યુપી અને બિહારના બે કામદારુનું જેરી દવાની અસરથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને બે મંગલમુર્તિ બાયોટેક કંપનીની સ્થળ તપાસ માટે આવ્યા છીએ.'
સુરતના માંગરોળના નાના બોરસરા પાસે આવેલી મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં રિએક્ટરના મેન્ટેનન્સ દરમિયાન ટાંકી સાફ કરવાની કામગીરી વખતે ગેસ ગળતરની ઘટના બની હતી. જેમાં રાજન શર્મા અને રાજન સિંગ નામના બે કામદારોને ઝેરી ગેસની અસર થતાં તાત્કાલિક અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ સારવાર મળે તે પહેલા જ બંને શ્રમિકોના મોત નીપજ્યા હતા.
બંને મૃતક કામદારો છેલ્લા 2 વર્ષથી કંપનીમાં કામ કરતાં હોવાનું સામે આવ્યું છે. ગેસ ગળતરની ઘટનાને લઈને કોસંબા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Related Articles
ગુજરાતમાં મેઘમહેર: 134 તાલુકા તરબોળ, કપરાડામાં 8 કલાકમાં 6 ઈંચ વરસાદ
ગુજરાતમાં મેઘમહેર: 134 તાલુકા તરબોળ, કપર...
Sep 06, 2025
મહીસાગર: અંજતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ડૂબેલા 5 કર્મીઓ હજુ લાપતા
મહીસાગર: અંજતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં...
Sep 05, 2025
માથાભારે તત્વો દ્વારા વડોદરામાં વધુ એક હુમલો, તોડફોડ કરી સાળા-બનેવીને માર્યા
માથાભારે તત્વો દ્વારા વડોદરામાં વધુ એક હ...
Sep 05, 2025
ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ અને 28 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ
ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, 5 જિલ્લા...
Sep 04, 2025
ગુજરાતની રાજનીતિમાં નવો વળાંક: એકસાથે 500થી વધુ લોકો આપમાં જોડાયા, ભાજપ-કોંગ્રેસને મોટો ફટકો
ગુજરાતની રાજનીતિમાં નવો વળાંક: એકસાથે 50...
Sep 03, 2025
Trending NEWS

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

04 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025