જર્મનીએ ભારતીયો માટેના વિઝા 90 હજાર કર્યા
October 26, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ઉદ્યોગોને ભારતમાં મૂડીરોકાણ માટે આમંત્રિત કરતા શુક્રવારે અત્રે 18મી એશિયા-પેસિફિક કોન્ફરન્સ ઓફ જર્મન બિઝનેસ 2024ને સંબોધતા કહ્યું કે જર્મનીએ સ્કિલ્ડ ઇન્ડિયન વર્કફોર્સ માટેના વિઝા 20 હજારથી વધારીને 90 હજાર કર્યા છે.
જર્મનીએ ભારતના સ્કિલ્ડ મેનપાવરમાં મૂકેલો વિશ્વાસ અદ્ભુત છે. મને વિશ્વાસ છે કે જર્મનીનો આ નિર્ણય તેની વિકાસયાત્રાને વેગવંતી બનાવશે. રોકાણ કરવા માટે વિશ્વમાં ભારત કરતાં વધારે સારું સ્થળ બીજું એકેય નથી અને ભારતની ગ્રોથ સ્ટોરીમાં જોડાવાનો આ યોગ્ય સમય છે. તેઓ ભારતની મેક ઇન ઇન્ડિયા' પહેલમાં જોડાઈને 'મેક ફોર ધ વર્લ્ડ' ભણી આગળ વધી શકે છે. ભારતની ગ્રોથ સ્ટોરીમાં જોડાવાનો આ યોગ્ય સમય છે. ભારત વ્યાપાર અને ઉત્પાદનનું ગ્લોબલ હબ બની રહ્યું છે. આજે ભારત ડેમોક્રસી, ડેમોગ્રાફી, ડિમાન્ડ, ડેટાના મજબૂત પિલરો પર ઊભું છે.
તેમણે ઉમેર્યું હતું કે ભારત રસ્તા અને બંદરોમાં વિક્રમી મૂડીરોકાણ કરી રહ્યું છે અને દુનિયાના ભવિષ્ય માટે ઇન્ડો-પેસિફિક રિજન ખૂબ મહત્ત્વપૂર્ણ છે. વડાપ્રધાને ભારત અને જર્મની વચ્ચેના મજબૂત સંબંધોને બિરદાવતા બંને દેશો વચ્ચેની ગાઢ મિત્રતાના પુરાવા તરીકે તાજેતરના સહયોગનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે એક તરફ્ અહીં સીઇઓ ફોરમની બેઠક યોજાઈ રહી છે તો બીજી તરફ્ બંને દેશોની નેવી સાથે પ્રેક્ટિસ કરી રહી છે.
જર્મન નેવીના જહાજો ગોવામાં પોર્ટ કોલ પર છે અને થોડી વારમાં ભારત-જર્મની વચ્ચે સાતમા આંતર-સરકારી પરામર્શનું પણ આયોજન થવાનું છે. ભારત અને જર્મનીની મિત્રતા દરેક પગલે, દરેક મોરચે ગાઢ બની રહી છે. આ વર્ષે ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ થયા છે અને આગામી 25 વર્ષ આ ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જશે. અમે આવનારા 25 વર્ષમાં વિકસિત ભારત માટેની રૂપરેખા તૈયાર કરી છે.
Related Articles
પવન ખેડાના ઘરે આસામ પોલીસના દરોડા, CMની પત્ની પર ત્રણ પાસપોર્ટ મૂકવાનો આરોપ
પવન ખેડાના ઘરે આસામ પોલીસના દરોડા, CMની...
Apr 08, 2026
મણિપુરમાં ફરી હિંસા ભડકી: રોકેટ હુમલામાં બે બાળકોના મોત, પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ બંધ
મણિપુરમાં ફરી હિંસા ભડકી: રોકેટ હુમલામાં...
Apr 07, 2026
સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું;
સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર...
Apr 06, 2026
ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી
ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી...
Apr 06, 2026
કોલકાતામાં રાજકીય હિંસા: ભાજપના કાર્યાલય પર હુમલાના આરોપમાં TMC ઉમેદવાર રત્ના ચેટર્જી વિરુદ્ધ FIR
કોલકાતામાં રાજકીય હિંસા: ભાજપના કાર્યાલય...
Apr 06, 2026
કેજરીવાલની હાઈકોર્ટમાં મોટી માંગ: લિકર પોલિસી કેસમાંથી જસ્ટિસ સ્વર્ણાકાંત શર્માને હટાવવા અરજી
કેજરીવાલની હાઈકોર્ટમાં મોટી માંગ: લિકર પ...
Apr 06, 2026
Trending NEWS
06 April, 2026
06 April, 2026
06 April, 2026
06 April, 2026
06 April, 2026
06 April, 2026
06 April, 2026
06 April, 2026
05 April, 2026
05 April, 2026