મનમોહન સિંહના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે વિશેષ જગ્યા આપો: ખડગેનો PM મોદીને પત્ર
December 27, 2024
દિલ્હી : કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. દિલ્હીના કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલી આ બેઠકમાં પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge), સીપીસી અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi), લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને અન્ય કોંગ્રેસ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને પત્ર લખીને માંગ કરી છે કે, મનમોહન સિંહના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે વિશેષ જગ્યા આપવામાં આવે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસ નેતાઓએ ચર્ચા કરી છે કે, દિવંગત પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને તેમના કદ મુજબ અંતિમ સંસ્કાર અને સ્મારક બનાવવા માટે યોગ્ય સ્થાન આપવું જોઈએ. આ માટે પરિવાર સરકાર સાથે વાત કરી રહ્યું છે.
કોંગ્રેસ મહાસચિવ અવિનાશ પાંડેએ કહ્યું કે, ‘ખડગે અને મનમોહન સિંહનો પરિવાર અંતિમ સંસ્કાર અને સ્મારક માટે વિશેષ જગ્યા આપવા માટે સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે. દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની ઉંમરે નિધન થયું હતું. દિવંગત મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આવતીકાલે શનિવારે સવારે 10-11 કલાકે દિલ્હીના શક્તિ સ્થળ પાસે થશે. તેમની પુત્રી આજે મોડી રાત્રે અમેરિકાથી દિલ્હી પહોંચશે. તેમનો પાર્થિક દેહ દિલ્હીના મોતીલાલ નેહરુ માર્ગ પરના તેમના નિવાસ સ્થાને રખાયો છે.
ભારતના પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર દરમિયાન વિશેષ રાજકીય પ્રોટોકૉલનું પાલન કરવામાં આવે છે. દેશ પ્રત્યે તેમનું યોગદાન અને તેમના પદની ગરિમાનું સ્માન કરવા માટે આ પ્રોટોકૉલનું પાલન કરવામાં આવે છે. પૂર્વ વડાપ્રધાનના પાર્થિક દેહનો અંતિમ સંસ્કાર પહેલા ભારતના રાષ્ટ્રીય ધ્વજ એટલે તિરંકામાં લપેટવામાં આવે છે. આ ઉપરાંત અંતિમ સંસ્કાર વખતે 21 તોપોની સલામી પણ આપવામાં આવે છે, જેને સર્વોચ્ચ રાજકીય સન્માનનું પ્રતિક માનવામાં આવે છે.
Related Articles
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચનાં મોત
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચ...
Jul 10, 2026
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત...
Jul 06, 2026
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદન...
Jul 06, 2026
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પ...
Jul 06, 2026
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભાર...
Jul 06, 2026
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડ...
Jul 06, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026