ગોલ્ફર ટાઈગર વુડ્સે અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ભૂતપૂર્વ પુત્રવધૂ સાથે કન્ફર્મ કર્યા રિલેશનશિપ, સોશિયલ મીડિયા પર જાહેરાત
March 24, 2025
ટાઈગર વુડ્સ ગોલ્ફની દુનિયાનું બહુ મોટું નામ છે. 49 વર્ષના આ અબજોપતિ ગોલ્ફરે હાલમાં જ તેના ‘X’ એકાઉન્ટ પર બે ફોટોગ્રાફ મૂકીને તેમના નવા સંબંધની જાહેરાત કરી હતી. વુડ્સે જે મહિલા સાથે પ્રેમસંબંધ હોવાનું જાહેર કર્યું છે એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ પુત્રવધૂ વેનેસા હેડન છે.
ટાઈગર વુડ્સે લખ્યું છે કે, ‘લવ ઈઝ ઈન ધી એર (પ્રેમ થઈ રહ્યો છે). તમે મારી સાથે હોવાથી જિંદગી બહેતર લાગી રહી છે! અમે સાથે મળીને આ જીવનસફરમાં આગળ વધવા માંગીએ છીએ.’ આ પોસ્ટ મૂકીને ટાઈગર વુડ્સે તેમની નજીકના લોકોની પ્રાઈવસી જળવાય એ માટેની વિનંતી પણ કરી હતી. પ્રેમનો એકરાર કરતી પોસ્ટ સાથે ટાઈગર વુડ્સે બે ફોટો પણ મૂક્યા છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને વેનેસાના લગ્ન 2005માં થયા હતા. 12 વર્ષ સાથે રહ્યા બાદ 2018 માં તેમણે છૂટાછેડા લીધા હતા. તેમને પાંચ બાળકો છે. વેનેસાની પુત્રી ‘કાઈ’ જે સ્કૂલમાં ભણે છે, એ જ સ્કૂલમાં વુડ્સના બાળકો ‘સેમ’ અને ‘ચાર્લી’ પણ ભણે છે. વેનેસાની વય 47 વર્ષ છે.
નોંધનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના માતા ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા પત્ની ઈવાના ટ્રમ્પ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈવાનાએ 1977માં લગ્ન કર્યા હતા, જ્યારે 1990માં છૂટાછેડા લઈ લીધા હતા.
દુનિયાના સર્વશ્રેષ્ઠ ગોલ્ફર પૈકીના એક એવા ટાઈગર વુડ્સના ઘણી સ્ત્રીઓ સાથે રોમેન્ટિક સંબંધ રહી ચૂક્યા છે. તેણે 2004 માં એલિન નોર્ડેગ્રેન સાથે લગ્ન કર્યા હતા. 2010 માં ટાઈગરનો લગ્નેતર સંબંધ જાહેર થઈ ગયા પછી બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. તેમને બે બાળકો છે. છૂટાછેડા પછી વુડ્સનો પ્રેમસંબંધ સ્કી રેસર ‘લિન્ડસે વોન’ સાથે રહ્યો હતો. એ પણ બે વર્ષમાં મુરઝાઈ ગયો હતો. છેલ્લે તેમનો સંબંધ એરિકા હર્મન સાથે હતો. આ દરમિયાન વુડ્સ અને હર્મન કાયદાકીય વિવાદમાં ફસાયા અને 2022માં સમાધાન કરીને છૂટા પડ્યા.
Related Articles
ટેસ્ટ હાર બાદ વન-ડેમાં ટીમ ઇન્ડિયાની જોરદાર વાપસી, આફ્રિકાને 17 રનથી હરાવી સિરીઝમાં 1-0ની લીડ
ટેસ્ટ હાર બાદ વન-ડેમાં ટીમ ઇન્ડિયાની જોર...
Dec 01, 2025
'કોચિંગ છોડી દો...' ગંભીર વિરુદ્ધ ફેન્સની નારેબાજી, વન-ડે સીરિઝ અગાઉ VIDEO વાઈરલ!
'કોચિંગ છોડી દો...' ગંભીર વિરુદ્ધ ફેન્સન...
Nov 29, 2025
કોમનવેલ્થ ગેમ્સને પગલે મોદી સ્ટેડિયમ નજીક ડિમોલિશન, પોલીસ બંદોબસ્ત સાથે મકાનો તોડવાનું શરૂ
કોમનવેલ્થ ગેમ્સને પગલે મોદી સ્ટેડિયમ નજી...
Nov 29, 2025
કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાન ભારત કરશે, અમદાવાદમાં થશે આયોજન, સત્તાવાર જાહેરાત
કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાન ભારત કરશે,...
Nov 26, 2025
ટીમ ઈન્ડિયાનો 408 રને શરમજનક પરાજય, દ.આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઈટ વૉશ
ટીમ ઈન્ડિયાનો 408 રને શરમજનક પરાજય, દ.આફ...
Nov 26, 2025
'ટીમને તોડી પડાઈ..', કોહલીના ભાઈનો BCCI સામે ગંભીર આરોપ, વિરાટ-રોહિત અંગે સનસનીખેજ દાવો
'ટીમને તોડી પડાઈ..', કોહલીના ભાઈનો BCCI...
Nov 26, 2025
Trending NEWS
01 December, 2025
01 December, 2025
01 December, 2025
01 December, 2025
01 December, 2025
01 December, 2025
01 December, 2025
01 December, 2025
01 December, 2025
01 December, 2025