કેનેડા જતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, અંગ્રેજીની પરીક્ષામાં કરાયો મોટો ફેરફાર
May 31, 2023
.jpeg)
કેનેડા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. અત્યાર સુધી IELTS એ એકમાત્ર ઈંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ વિકલ્પ હતો જેના આધારે એસડીએસ રૂટનો ઉપયોગ કરી શકાતો હતો પરંતુ હવેથી TOEFL
ટેસ્ટનને પણ IRCC દ્વારા માન્યતા આપવામાં આવી છે. આ ઉપરાંત કેનેડા દ્વારા PTE એકેડેમિક ટેસ્ટને પણ સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ અરજીઓ માટે સ્વીકારવાનું શરૂ કરવામાં આવશે.
હાયર એજ્યુકેશન એક્સપર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે, આનાથી હજારો વિદ્યાર્થીઓને ફાયદા થશે જેઓ TOEFLનો ઉપયોગ કરીને એસડીએસ રૂટનો ઉપયોગ કરી જવા માંગે છે. આનાથી સંસ્થાઓને પણ એવો વિશ્વાસ આવશે કે
તેમને વધુ વ્યાપક પ્રમાણમાં અરજદારો મળી રહ્યા છે જેઓ અંગ્રેજી ભાષામાં ખાસ આવડત ધરાવે છે.
આગામી 10 ઓગસ્ટ, 2023થી થનારી SDS અરજીઓ માટે TOEFL iBT સ્કોર મોકલી શકશે. SDS એટલે કે સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમની સુવિધા કે જે ભારત, પાકિસ્તાન, કોસ્ટા રિકા, કોલંબો, ચીન, પેરુ, ફિલિપાઈન્સ,
સેનેગલ, વિયેતનામ, ટેબોગોને મળેલી છે.
ગયા સપ્તાહમાં ETS જાહેરાત કરી હતી કે, ઈંગ્લિશ પ્રોફિસિયન્સી ટેસ્ટ માટે વધુ એક સવલત આપવામાં આવશે. આ ફેરફારો 26 જુલાઈથી અમલમાં આવશે. સત્તાવાર જાહેરાત પ્રમાણે TOEFLની ટેસ્ટમાં અગાઉ એક ટૂંકું
વાંચન સેક્શન રાખવામાં આવતું હતું તેની જગ્યાએ એકેડેમિક ચર્ચાઓ માટેના લેખનનું એક નવું સેક્શન ઉમેરવામાં આવશે.
દુનિયાના 160થી વધારે દેશોમાં 12000થી વધારે સંસ્થાઓમાં TOEFLને માન્ય રાખવામાં આવે છે. ખાસ કરીને અમેરિકા, કેનેડા, ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં તેને માન્ય ગણવામાં આવે છે. આ ઉપરાંત યુકેની 98 ટકા
યુનિવર્સિટીઓ TOEFLના આધારે વિદ્યાર્થીઓને એડમિશન આપતી હોય છે.
કેનેડામાં SDS રૂટ માટે TOEFL iBTનો સ્વીકાર થવાથી ભારતના લાખો સ્ટુડન્ટસને મોટો ફાયદો સાબિત થશે. એક્સપર્ટ્સે અનુસાર કે, કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી મોટી છે. નવા ફેરફારોથી તેમની વિઝા
અને એડમિશનની પ્રક્રિયા વધારે સરળ બનશે.
Related Articles
કેનેડામાં હાલ પૂરતી ભારતીય વિઝાની સેવા સસ્પેન્ડ : ભારતની ત્રીજી મોટી કાર્યવાહી
કેનેડામાં હાલ પૂરતી ભારતીય વિઝાની સેવા સ...
Sep 21, 2023
ભારતની એડવાઈઝરી પછી કેનેડાની પ્રતિક્રિયા:કહ્યું- અમારા દેશમાં આવવું સેઈફ છે
ભારતની એડવાઈઝરી પછી કેનેડાની પ્રતિક્રિયા...
Sep 21, 2023
કેનેડામાં પંજાબી ગેંગસ્ટરની ગોળી મારીને હત્યા
કેનેડામાં પંજાબી ગેંગસ્ટરની ગોળી મારીને...
Sep 21, 2023
જોડી થોમસે કેનેડામાં ખાલિસ્તાન ચળવળને પ્રોત્સાહન આપ્યું
જોડી થોમસે કેનેડામાં ખાલિસ્તાન ચળવળને પ્...
Sep 20, 2023
કેનેડા : એડવાઈઝરી જાહેર કરીને પોતાના નાગરિકોને કહ્યું- જમ્મુ-કાશ્મીર, મણિપુર-આસામ જવાનું ટાળો
કેનેડા : એડવાઈઝરી જાહેર કરીને પોતાના નાગ...
Sep 20, 2023
હું છુ ત્યાં સુધી તમારે ડરવાની જરૂર નથી, કેનેડાના સાંસદે ખાલિસ્તાનીઓને આશ્વાસન આપી ભારત સામે ઝેર ઓક્યુ
હું છુ ત્યાં સુધી તમારે ડરવાની જરૂર નથી,...
Sep 19, 2023
Trending NEWS

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023