Breaking News :
રાજસ્થાનમાંથી ISIનો એજન્ટ પકડાયો, ઓપરેશન સિંદૂર વખતે ગુજરાત સહિતના 3 રાજ્યોની માહિતી લીક કર્યાનો આરોપ મોબાઇલમાં ‘સંચાર સાથી’ પ્રિ-ઇન્સ્ટોલ કરાવવા પાછળ સરકારના શું ઇરાદા છે? વિપક્ષે ‘પેગાસસ’ ગણાવ્યું સુરતમાં બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટરને વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ આપવાની પેરવીથી વિવાદ રાજસ્થાનમાંથી ISIનો એજન્ટ પ્રકાશ સિંહ ઉર્ફે બાદલ પકડાયો, ઓપરેશન સિંદૂર વખતે ગુજરાત સહિતના 3 રાજ્યોની માહિતી લીક કર્યાનો આરોપ સાયબર સિક્યુરિટીના નામે લોકોના ફોન પર નજર રાખવા માંગે છે સરકાર: 'સંચાર સાથી' એપ મુદ્દે પ્રિયંકા ગાંધીના પ્રહાર B.Ed ભણેલી મહિલા અમદાવાદમાં પતિ સાથે ડ્રગ્સ વેચતા ઝડપાઈ! રાજસ્થાનથી જથ્થો લાવવામાં ભાઈ કરતો હતો મદદ

સાયબર સિક્યુરિટીના નામે લોકોના ફોન પર નજર રાખવા માંગે છે સરકાર: 'સંચાર સાથી' એપ મુદ્દે પ્રિયંકા ગાંધીના પ્રહાર

December 02, 2025

મોબાઇલમાં 'સંચાર સાથી' એપ ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલ કરવાના ટેલિકમ્યુનિકેશન વિભાગના આદેશ પર કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ આકરા પ્રહાર કર્યા છે. મંગળવારે સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતાં પ્રિયંકા ગાંધીએ આ એપને સીધી રીતે 'જાસૂસી એપ' ગણાવી હતી.

પ્રિયંકા ગાંધીએ આ આદેશને નાગરિકોના 'પ્રાઈવસીના અધિકાર'નું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, 'દરેક વ્યક્તિને પોતાના પરિવાર અને મિત્રો સાથે કોઈપણ ડર વિના મેસેજ કે વાતચીત કરવાનો અધિકાર છે અને સરકારે દરેક વાત પર નજર રાખવી ન જોઈએ. સરકાર આ દેશને દરેક સ્વરૂપમાં તાનાશાહીમાં બદલવા માંગે છે. વિપક્ષને દોષ આપવો સરળ છે, પરંતુ સ્વસ્થ લોકશાહીમાં ચર્ચા થવી જરૂરી છે.'

કોંગ્રેસ સાંસદે ભારપૂર્વક જણાવ્યું કે, 'ફ્રોડની જાણકારી આપવા અને 'ભારતનો દરેક નાગરિક પોતાના ફોન પર શું કરી રહ્યો છે' તે જોવાની વચ્ચે એક બહુ પાતળી ભેદ રેખા છે અને આ રીતે કામ ન થવું જોઈએ.  ફ્રોડની જાણ કરવા માટે એક અસરકારક સિસ્ટમ હોવી જોઈએ અને આ મુદ્દે સાયબર સિક્યુરિટી પર વિગતવાર વાત થઈ ચૂકી છે.'

ટેલિકમ્યુનિકેશન વિભાગે મોબાઇલ કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે, 'આગામી 90 દિવસની અંદર, ભારતમાં બનનારા કે આયાત થનારા તમામ નવા મોબાઇલ ફોનમાં 'સંચાર સાથી' એપ પહેલેથી ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ, તેમજ તેને ડિસેબલ કરી શકાય નહીં. જૂના ફોનમાં સોફ્ટવેર અપડેટ દ્વારા આ એપ ઇન્સ્ટોલ કરવામાં આવશે. કંપનીઓએ 120 દિવસની અંદર આ નિયમનું પાલન કર્યું છે કે કેમ, તે જણાવવું પડશે. જો નિયમનો ભંગ થશે, તો કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

સંચાર સાથી એપ એક સાયબર સિક્યુરિટી ટૂલ છે. આ એપની શરૂઆત 2023માં એક વેબ પોર્ટલ તરીકે થઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને તેમના મોબાઇલ નંબર અને ડિવાઇસ સાથે સંબંધિત સુરક્ષા પૂરી પાડવાનો હતો. પાછળથી, તેને વધુ ઉપયોગી બનાવીને જાન્યુઆરી 2025માં મોબાઇલ એપ તરીકે રજૂ કરવામાં આવી હતી. આ એપ Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને તે સંપૂર્ણપણે મફત છે.

આ એપ સીધી રીતે સરકારની ટેલિકોમ સુરક્ષા પ્રણાલી(CEIR) સાથે જોડાયેલી છે. CEIR(Central Equipment Identity Register)એ કેન્દ્રીય ડેટાબેઝ છે, જ્યાં દેશના દરેક મોબાઇલ ફોનનો IMEI નંબર નોંધાયેલો હોય છે.

આ એપ ફોનની સુરક્ષા, ઓળખની સુરક્ષા અને ડિજિટલ છેતરપિંડીથી બચાવવા માટેનું એક સરળ અને ઉપયોગી ટૂલ છે. તે તમારા ફોનને સુરક્ષિત રાખે છે, તમારી ઓળખનો દુરુપયોગ થતો અટકાવે છે અને જરૂર પડ્યે તાત્કાલિક સરકારી સહાય ઉપલબ્ધ કરાવે છે.