કેનેડામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ગુજરાતી ત્રીજા ક્રમે
October 27, 2024

દિલ્હી ઃ: કેનેડામાં સૌથી વધુ બોલવામાં આવતી ભાષામાં ગુજરાતી ભાષા ધૂમ મચાવી રહી છે. ગુજરાતી એ કેનેડામાં ભારતીય ઈમિગ્રન્ટ્સ વચ્ચે ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા બની ગઈ છે. કેનેડાના સરકારી આંકડા અનુસાર, વર્ષ 1980થી લગભગ 87,900 ગુજરાતી ભાષી ઈમિગ્રન્ટ્સ કેનેડામાં વસી ગયા છે, જેમાં સૌથી વધારે 26 ટકા 2016 અને 2021ની વચ્ચે કેનેડામાં આવ્યા છે. જોકે, સૌથી વધારે પંજાબી બોલનાર લોકો અહીં વસે છે, જેની સંખ્યા 75,475 આંકવામાં આવી છે. ત્યારબાદ હિન્દી બોલનારની સંખ્યા 35,170 હતી. વળી, ગુજરાતી ભાષા બોલનાર 22,935 ઈમિગ્રન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે. જોકે, મલયાલમ 15,440 અને બંગાળી ભાષી લોકો 13,835 છે.
આંકડા પરથી જાણ થાય છે કે, એક દાયકામાં ગુજરાતી ઇમિગ્રન્ટ્સે મુખ્ય ભાષાકીય જૂથોમાં બીજા ક્રમે સૌથી વધુ વૃદ્ધિ નોંધાવી છે. વર્ષ 2011થી 2021 વચ્ચે 26 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. જોકે, પંજાબી બોલનારમાં 22 ટકા વૃદ્ધિ થઈ છે. આ સમયગાળા દરમિયાન હિન્દી બોલનારમાં 114 ટકાથી વધારે વૃદ્ધિ જોવા મળી હતી. ગુજરાતની એક અન્ય ભાષા કચ્છી પણ આ લિસ્ટમાં સામેલ છે. કચ્છી બોલનાર લોકોની સંખ્યા 2001થી 2010 વચ્ચે 460 થી ઘટની 2011થી 2021 વચ્ચે 370 થઈ ગઈ છે. 2011 બાદ ગુજરાતના લોકોને કેનેડા સૌથી વધારે પસંદ આવ્યું છે.
Related Articles
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે કેનેડાની ચૂંટણીમાં રચ્યો ઇતિહાસ, ભારત પ્રત્યે કેવું છે વલણ?
કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જેમણે...
Apr 29, 2025
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ્રમ્પની ધમકીઓના કારણે છેલ્લી ઘડીએ પલટાયા સમીકરણ
કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની જીત, ટ...
Apr 29, 2025
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM કાર્નીની લિબરલ પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે મુકાબલો
કેનેડામાં આજે જનરલ ઇલેક્શન માટે મતદાન:PM...
Apr 28, 2025
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક : 11નાં મોત, 20થી વધુ ઘાયલ
કેનેડામાં ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેક...
Apr 28, 2025
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ:સાંપ્રદાયિક તણાવ ફેલાવવાની કોશિશ
કેનેડામાં મંદિર અને ગુરુદ્વારામાં તોડફોડ...
Apr 26, 2025
કેનેડામાં ભારતીય મૂળની વિદ્યાર્થિનીની હત્યા, ઓફિસ જતી વેળાએ બસ સ્ટોપ પર ગોળી વાગી
કેનેડામાં ભારતીય મૂળની વિદ્યાર્થિનીની હત...
Apr 19, 2025
Trending NEWS

30 April, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025

29 April, 2025

29 April, 2025

29 April, 2025

29 April, 2025

29 April, 2025