ગુજરાતમાં ગન કલ્ચર: 5 વર્ષમાં 5000થી વધુ લોકોએ ગન લાયસન્સ લીધા
August 11, 2025

ગુજરાતમાં પણ છાનાપગલે ગન કલ્ચર વિસ્તરી રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં જ 5204 લોકોએ ગન લાયસન્સ મેળવ્યા છે. જેમાં અમદાવાદથી સૌથી વધુ 690, રાજકોટથી 540 જ્યારે દાહોદથી 487 લોકોએ બંદૂક રાખવાનો પરવાનો મેળવી લીધો છે. વધતા જતા હથિયારના ક્રેઝ આગામી સમયમાં ગુનાખોરીના આંકડામાં વધારો લાવી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.
રાઇટ ટુ ઈન્ફોર્મેશનથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, 5 વર્ષમાં 200થી વધુ લોકોને ગન લાયસન્સ અપાયા હોય તેવા રાજ્યમાં સુરત, સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર, વડોદરા, મોરબી, ગાંધીનગર, બનાસકાંઠા અને જૂનાગઢનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં જ મણિપુર, નાગાલેન્ડથી સંખ્યાબંધ બોગસ હથિયાર લાયસન્સ અને તેના પર કારતૂસો ખરીદવાના મામલે એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડે 66 આરોપીઓને ઝડપી લઇને તેમની સામે ચાર્જશીટ કરી દીધી છે. ગુજરાતમાં બીજા રાજ્યમાંથી લાઈસન્સ લાવવાનો કારોબાર વર્ષોથી ચાલે છે. જમ્મુ-કાશ્મીરથી ગન લાયસન્સ કૌભાંડ પકડી ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના મોટા માથાઓ સામે કાર્યવાહી કરી પછી વર્ષ 2007માં પણ જમ્મુ-કાશ્મીરના બોગસ ગન લાયસન્સ ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. આ પછી નાગાલેન્ડના બોગસ ગન લાયસન્સનો ઘટસ્ફોટ થયો હતો.
ગન લાયસન્સ મેળવવા માટે કુલ 113 નિયમોનો અમલ કરવાના હોય છે. પરંતુ બીજા રાજ્યમાંથી લાયસન્સ અપાવતાં એજન્ટો અને પૈસા એટલા મજબૂત છે કે બીજા રાજ્યોના લાયસન્સના આધારે ગુજરાતમાં ગન કલ્ચર સતત ભયજનક રીતે વિસ્તરી રહ્યું છે. બીજા રાજ્યના લાયસન્સના આધારે ગુજરાતમાં ગન ખરીદવાનું હવે આસાન નથી. ગન વેચતા મોટાભાગના વેપારીઓ અન્ય રાજ્યના લાયસન્સ ઉપર હથિયાર વેચતા ન હોવાથી હરિયાણા, દિલ્હીથી ગન ખરીદીમાં પણ એજન્ટોની ચેઈન સક્રિય છે.
ગન લાયસન્સ માટે અરજી કરનારાએ ત્રણ વર્ષના આઈ.ટી. રિટર્ન ભરેલા હોવા જોઈએ. પરવાનગી માગનાર સામે કોઈ ફોજદારી કેસ ચાલતો હોવો જોઇએ નહીં. જમીનની સુરક્ષા અથવા પોતાની કે પરિવારની સુરક્ષાની જરૂરિયાત હોવી જોઈએ. સામાન્ય રીતે મોટા વ્યવસાયમાં કોઇ દુશ્મનાવટની ભીતિ હોવાના કારણે પણ લોકો અરજી કરતા હોય છે. આ સાથે અરજદારે ટ્રેનિંગ સર્ટિફિકેટ આપવું પડે છે. સમાયંતરે ચૂંટણી, રથયાત્રા કે પછી અન્ય મોટા તહેવાર દરમિયાન હથિયાર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહે છે. હથિયાર લીધા બાદ ચોક્કસ મહિને બુલેટનો હિસાબ આપવાનો રહે છે.
Related Articles
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાના...
Aug 12, 2025
'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લ...
Aug 12, 2025
'કોંગ્રેસ દિશાહીન, દેશ સુરક્ષિત હાથોમાં...', અહેમદ પટેલના પુત્રએ PM મોદીના વખાણ કર્યા
'કોંગ્રેસ દિશાહીન, દેશ સુરક્ષિત હાથોમાં....
Aug 12, 2025
વલસાડમાં સવારે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો, કેન્દ્રબિંદુ શહેરથી 43 કિ.મી દૂર નોંધાયું
વલસાડમાં સવારે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આ...
Aug 12, 2025
અમદાવાદના નિકોલમાં ભાજપના ધારાસભ્ય-કોર્પોરેટરને રોષે ભરાયેલા સ્થાનિકોએ ઘેર્યા
અમદાવાદના નિકોલમાં ભાજપના ધારાસભ્ય-કોર્પ...
Aug 11, 2025
અમદાવાદમાં BRTS કોરિડોરમાં કાર-ટુ વ્હીલર વચ્ચે ભયંકર ટક્કર, બે યુવાનના કમકમાટીભર્યા મોત
અમદાવાદમાં BRTS કોરિડોરમાં કાર-ટુ વ્હીલર...
Aug 11, 2025
Trending NEWS

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025