ક્ષત્રિય સમાજ આંદોલન મામલે હર્ષ સંઘવીએ ખાનગી હોટલમાં બેઠક કરી

April 22, 2024

ક્ષત્રિય આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં હર્ષ સંઘવી, સંગઠન મહામંત્રી રત્નાકરે બેઠક કરી છે. તેમાં ખાનગી હોટલમાં બે કલાક સુધી બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજાઇ છે. તેમજ ધારાસભ્યો, સાંસદ, સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યાં હતા.

ક્ષત્રિય સમાજના આંદોલનને શાંત કરવાના પ્રયાસો થઇ રહ્યાં છે. જેમાં લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ ભાજપમાં ચિંતા વધી રહી છે. જેમાં આજે હર્ષ સંઘવી, સંગઠન મહામંત્રી રત્નાકરે ખાનગી હોટલમાં બે કલાક સુધી બેઠક કરી છે. જેમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો બેઠકમાં જોડાયા છે. તેમજ બેઠકમાં પરશોત્તમ રૂપાલાનો મુદ્દો શાંત કરવાના પ્રયાસ માટે રણનિતી નક્કી કરાઇ છે. ક્ષત્રિય સમાજના મતનું નુકસાન ન થાય તેવા પ્રયાસો કરાશે.

ગઈકાલે હર્ષ સંઘવીએ રાજકોટ, જામનગરમાં બેઠક કરી હતી. ભાવનગર શહેરમાં ખાનગી હોટલમાં આવેલ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને રત્નાકરજી હોટલથી એરપોર્ટ રવાના થયા છે. બે કલાક સુધી ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો અને ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. તેમજ સમગ્ર બેઠકમાં મીડિયાને દૂર રખાયા હતા. ખાનગી હોટલથી એક બાદ એક ધારાસભ્યો, સાંસદ, સંગઠનના પદાધિકારીઓ રવાના થયા છે. ક્ષત્રિય સમાજના આગેવાનો હજુ પણ હોટલની અંદર બેઠક યોજી રહ્યાં છે.