ભરૂચમાં ગટરમાંથી મળ્યું કપાયેલું માથું, થોડી દૂરથી અન્ય અંગો પણ મળ્યા

March 30, 2025

ભરૂચ- શનિવારે ભરૂચમાં દૂધધારા ડેરી નજીક આવેલી ગટરમાંથી અજાણી વ્યક્તિનું કપાયેલું માથું મળી આવ્યું હતું. આ મામલે વધુ તપાસ હાથ કરતાં આજે રવિવારે (30 માર્ચ, 2025) થોડે દૂર ગટરમાંથી અન્ય અંગ મળ્યા હતા. સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારી સહિત સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી પહોંચ્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને મૃતકની ઓળખ કરવા અને આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચમાં કોલેજ રોડ પર આવેલી દૂધધારા ડેરી નજીક આવેલી ગટરમાંથી મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બનાવમાં પહેલાં કોઈ અજાણી વ્યક્તિનું માથું અને પછી આજે રવિવારે શરીરના અન્ય અંગો મળી આવ્યા છે. જેમાં હાલ ઘૂંટણ સુધીનો ભાગ મળ્યો છે, ત્યારે મૃતદેહના મળી આવેલાં બંને અંગો કોઈ એક વ્યક્તિના હોવાનો પોલીસનો અંદાજ છે.