24 કલાકમાં 3ના હાર્ટ ફેલ:સુરતમાં 35 અને 32 વર્ષીય યુવક બેભાન થઈ અચાનક ઢળી પડ્યા, 50 વર્ષીય સૂતેલા આધેડ ફરી ઊઠ્યા નહીં

March 26, 2024

સુરત  : રાજ્યમાં હાર્ટ-એટેકથી મોતના કેસનો ચિંતાજનક સિલસિલો આગળ વધતો જાય છે, ત્યારે સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 3 યુવકોના હાર્ટ-એટેક મોતની શંકા સામે આવી છે. નીપજ્યાં હોવાનું સામે થઈ રહ્યો છે. શહેરના ડુમસ, પાંડેસરા અને વરાછા વિસ્તારના ત્રણ યુવકો અચાનક ઢળી પડ્યા બાદ મોતની ભેટ્યા હતા. જોકે, ત્રણેયના મોતનું સાચું કારણ રિપોર્ટમાં જાણવા મળશે, પરંતુ હાલ તો ત્રણેય યુવકોના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.