ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી પડ્યું, રિફ્યૂઅલ કામ ઠપ્પ થતાં અનેક વિમાનો અટકી પડ્યા
August 24, 2026
ન્યૂયોર્ક : અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યના ચીકટોવાગા શહેરમાં આવેલા બફેલો નિયાગ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અચાનક જેટ ફ્યુઅલ ખૂટી જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. એરપોર્ટ પર ઈંધણની અછતને કારણે વિમાનોમાં રિફ્યુઅલિંગની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે, જેના કારણે અનેક વિમાનો જ્યાં હતા ત્યાં જ અટવાઈ પડ્યા છે.
આ પરિસ્થિતિ ગંભીર બનતાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા તુરંત જ NOTAM જાહેર કરવામાં આવ્યું છે. NOTAM એટલે Notice to Air Missions / Notice to Airmen. અમેરિકામાં જ્યારે પણ કોઈ એરપોર્ટ, રનવે અથવા એરસ્પેસમાં અસામાન્ય કે અસ્થાયી ઈમરજન્સી સ્થિતિ ઉભી થાય અને પાયલટોને ઉડાન ભરતા પહેલા તેની જાણ કરવી જરૂરી હોય, ત્યારે NOTAM જાહેર કરવામાં આવે છે.
આ સ્થિતિને પગલે અમેરિકાની અગ્રણી એરલાઇન્સે પોતાના પાયલટોને ખાસ નિર્દેશ આપ્યા છે. જો કોઈ વિમાન બફેલો ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જઈ રહ્યું હોય અથવા ત્યાં રોકાણ કરીને આગળનું ફ્યુઅલ ભરવાનું આયોજન હોય, તો તેણે નજીકના પાડોશી એરપોર્ટ પર રોકાઈને પૂરતું ફ્યુઅલ ભરી લેવું અથવા વધારાનું ઈંધણ સાથે રાખીને જ ઉડાન ભરવી.
બફેલો નિયાગ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટ કદમાં નાનું હોવાથી ત્યાં પાઇપલાઇન દ્વારા નહીં પરંતુ ફ્યુઅલ ટેન્કર ટ્રકો દ્વારા જેટ ફ્યુઅલ પહોંચાડવામાં આવે છે. હાલમાં ફ્યુઅલ ખૂટી જવાનું કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ નિષ્ણાતોના મતે લોકલ ટર્મિનલના સાધનોમાં કોઈ ખામી સર્જાઈ હોઈ શકે છે અથવા તો ફ્યુઅલની ગુણવત્તા સંબંધિત કોઈ સમસ્યાના કારણે સપ્લાય રોકવામાં આવી હોઈ શકે છે.
Related Articles
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્નની પાર્ટીમાં પુતિનના સાથીઓએ અબજોનો ખર્ચો કર્યો
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્ન...
Sep 19, 2026
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્સી જાહેર, ભારતે મોકલી HIVની 10 ટન દવા
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્...
Sep 19, 2026
વધુ એક દેશ પર અમેરિકાનો કબજો? ટ્રમ્પે ડેનમાર્ક સાથેની ડીલ અંગે ફોડ પાડ્યો
વધુ એક દેશ પર અમેરિકાનો કબજો? ટ્રમ્પે ડે...
Sep 19, 2026
H-1B વિઝા અંગે ટ્રમ્પે એકસાથે ડબલ ઝટકો આપ્યો, ભારતીયોની નોકરી પર આફત, 1 લાખ ડૉલર ફી યથાવત્
H-1B વિઝા અંગે ટ્રમ્પે એકસાથે ડબલ ઝટકો આ...
Sep 19, 2026
ખૈબર પખ્તુનખ્વામાં નમાજ દરમિયાન 'આત્મઘાતી બ્લાસ્ટ', 15 લોકોના મોત
ખૈબર પખ્તુનખ્વામાં નમાજ દરમિયાન 'આત્મઘાત...
Sep 18, 2026
5 જ વર્ષમાં કોઈએ વિચાર્યું નહીં હોય તેવો વિનાશ થશે!, ગૂગલના ટોચના AI વૈજ્ઞાનિકનું રાજીનામું
5 જ વર્ષમાં કોઈએ વિચાર્યું નહીં હોય તેવો...
Sep 15, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026