Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

શિલોંગમાં હનીમૂનની જીદ, પછી કરાવી પતિની હત્યા, રાજા રઘુવંશી મર્ડર કેસમાં મોટો ખુલાસો

June 09, 2025

રાજા રઘુવંશીની હત્યાના મામલે એક મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું કે, સોનમ રઘુવંશી ખુદ આ કાવતરામાં સામેલ હતી અને તેણે હત્યારાઓ સાથે મળીને શિલોંગ જવાની યોજના બનાવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજાની હત્યા બાદ સોનમ અને બાકીના આરોપી એકસાથે ટ્રેનથી પરત ફર્યા હતા. આ આખી યોજના પહેલાથી જ નક્કી હતી, જેનો હેતુ રાજાની હત્યાનો જ હતો. પોલીસે સોનમ અને બાકીના આરોપીઓ સાથે પૂછપરછ શરૂ કરી છે. જલ્દી જ તમામ પુરાવા અને નિવેદનોના આધારે હત્યાકાંડની આખી કહાણીનો ખુલાસો કરવામાં આવશે. આ મામલે પોલીસે ત્રણ લોકોને આરોપી બનાવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીમાં વિક્કી ઠાકુર, આનંદ અને રાજ કુશવાહ સામેલ છે. પોલીસ તપાસમાં જાણ થઈ કે, આ કાવતરાનો મુખ્ય માસ્ટર માઇન્ડ રાજ કુશવાહ હતો, જે સતત સોનમ રઘુવંશીના સંપર્કમાં હતો. કૉલ ડિટેલ રેકોર્ડ (CDR)ની મદદથી પોલીસે તેને ટ્રેસ કરી ઝડપી પાડ્યો હતો.  સૌથી પહેલો હુમલો આનંદે કર્યો અને બાદમાં વિક્કી અને રાજે મળીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસને આ આખાય ષડયંત્રની જાણકારી ત્યારે મળી જ્યારે ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચે ગાઝીપુર પોલીસને મહત્ત્વપૂર્ણ પુરાવા આપ્યા. વળી, સોનમ રઘુવંશીએ ખુદ નંદગંજ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી દીધી હતું, જ્યાંથી તેની અટકાયત કરવામાં આવી છે. પોલીસ આ મામલે અન્ય કડી જોડવાનો પ્રયાસ કરી રહી છે.