સદન નાટકો કરવાની જગ્યા નથી, પરાજયની નિરાશામાંથી બહાર નીકળો : વિપક્ષને પીએમ મોદીની સલાહ

December 01, 2025

સંસદનું શિયાળુ સત્ર આજથી  1 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. લોકસભા અને રાજ્યસભામાં કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થશે. શિયાળુ સત્ર 19  ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. 19 દિવસમાં સંસદ 15  વખત મળવાની છે. આ 18મી લોકસભાનું છઠ્ઠું સત્ર છે. શિયાળુ સત્ર દરમિયાન પરમાણુ ઉર્જા સહિત દસ નવા બિલ રજૂ કરવામાં આવી શકે છે. SIR મુદ્દા પર હોબાળો થવાની શક્યતા છે. ત્યારે સંસદનું શિયાળુ સત્ર શરૂ થયા પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું. 

તેઓએ સંબોધન કરતા જણાવ્યું કે શીતકાલીન સત્ર દેશને વિકાસ અને ઉર્જાથી ભરશે. રાષ્ટ્રની પ્રગતિના પ્રયાસને ઉર્જા આપશે. બિહારમાં રેકોર્ડ બ્રેક વોટિંગ લોકતંત્રની જીત દર્શાવે છે.  ભારતે લોકતંત્રને જીવ્યું છે. રાષ્ટ્રને ઝડપથી વિકસિત કરવાનું છે. કેટલાક દળો એવા છે જે પરાજયથી પરેશાન છે. પણ વિપક્ષ હવે પરાજયની નિરાશામાંથી બહાર આવવુ જોઇએ. તેઓએ પરાજયને કાણે બોખલાઇ ન જવુ જોઇએ. તો બીજી તરફ એમ પણ કહ્યું કે વિજય થયો એટલે અહંકારમાં પણ ન આવી જવું..

પીએમ મોદીએ વધુમાં ક્હ્યું કે સદનમાં નાટકો નહી કરવાના.. તમારા મુદ્દાઓની રજૂઆત એટલેકે તેની ડિલીવરી પર ધ્યાન આપવું જોઇએ.  નાટકો કરવા માટે સદન નહી.. અન્ય ઘણી જગ્યાઓ છે. નારા નહી પણ નીતિઓ પર બળ આપવું જોઇએ. વિપક્ષે પોતાની ભૂમિકા નિભાવવાની છે. સદનમાં નવા સભ્યોને અવસર મળવા જોઇએ. સંસદ હોબાળો કરવાની જગ્યા નથી.