ઉદયપુરમાં માનવભક્ષી દીપડાનો હાહાકાર, છેલ્લા 11 દિવસમાં 7 લોકોને ભરખી ગયો
September 30, 2024

રાજસ્થાનના ઉદયપુરમાં છેલ્લા 11 દિવસમાં દીપડાના હુમલાથી 7 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. માનવભક્ષી દીપડાએ તાજેતરમાં ઉદયપુરના ગોગુંડામાં વધુ એક પીડિતને મારી નાખ્યો છે. વિજય બાવાડીના રાઠોડ કા ગુડામાં દીપડાએ હુમલો કર્યો હતો. દીપડો મંદિરના પૂજારીને ઉપાડી જંગલમાં લઈ ગયો. આ પછી મંદિરથી થોડે દૂર પૂજારીની મૃતદેહ મળ્યો હતો. વિસ્તારમાં સતત દીપડાના હુમલાના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે.
વન વિભાગના ડીએફઓ અજય ચિતૌરા ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. ગોગુંડાના એસડીએમ ડૉ. નરેશ સોની, તહસીલદાર ઓમ સિંહ લખાવત, પોલીસ સ્ટેશન ઓફિસર શૈતાન સિંહ ઘટનાસ્થળે રવાના થયા. તમને જણાવી દઈએ કે છેલ્લા 10 દિવસમાં આ સતત છઠ્ઠી ઘટના છે. આ દીપડો અત્યાર સુધીમાં 25 કિલોમીટરના વિસ્તારમાં કુલ 7 લોકોને ભરખી ગયો છે.
ગોગુંડા વિસ્તારના બગદાડા ગામમાં રવિવારે સવારે ચોથો દીપડો પકડાયો હતો. આ એ જ જગ્યા છે જ્યાં એક અઠવાડિયા પહેલા દીપડાએ ખેતરમાં બળદનો શિકાર કર્યો હતો. રવિવારે સવારે 6 વાગ્યે ગામના સરપંચ ગણેશલાલ સહિત 4-5 ગ્રામજનોએ દીપડાને પાંજરામાં કેદ જોયો હતો, ત્યારબાદ તેઓએ વન વિભાગના અધિકારીઓને જાણ કરી હતી.
Related Articles
'બેવડું વલણ ચલાવી નહીં લઈએ..', ગુજરાતની કંપની પર બૅન મામલે કેન્દ્રની યુરોપિયન યુનિયનને ચેતવણી
'બેવડું વલણ ચલાવી નહીં લઈએ..', ગુજરાતની...
Jul 19, 2025
વ્યાપમ કૌભાંડમાં મારું નામ કેવી રીતે સંડોવાયું, CBI કરે તપાસ...', ઉમા ભારતીએ કોના પર સવાલ ઊઠાવ્યાં
વ્યાપમ કૌભાંડમાં મારું નામ કેવી રીતે સંડ...
Jul 19, 2025
યુપીના મથુરામાં એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત, કાર-ટ્રક વચ્ચે ટક્કરમાં 6ના દર્દનાક મોત
યુપીના મથુરામાં એક્સપ્રેસ વે પર ભયંકર અક...
Jul 19, 2025
પ.બંગાળની કોર્ટનો મોટો ચુકાદો, 'ડિજિટલ એરેસ્ટ' કેસમાં 9 લોકોને જન્મટીપની સજા ફટકારી
પ.બંગાળની કોર્ટનો મોટો ચુકાદો, 'ડિજિટલ એ...
Jul 19, 2025
'દરિયામાં ડૂબાડી-ડૂબાડીને મારીશું....' મરાઠી-હિન્દી વિવાદ વચ્ચે ભાજપ નેતાને ઠાકરેની ધમકી
'દરિયામાં ડૂબાડી-ડૂબાડીને મારીશું....' મ...
Jul 19, 2025
અફઘાનિસ્તાન, મ્યાનમાર અને તિબેટ સહિત ભારતના આ રાજ્યમાં ભૂકંપ, જાણો કેટલી રહી તીવ્રતા
અફઘાનિસ્તાન, મ્યાનમાર અને તિબેટ સહિત ભાર...
Jul 19, 2025
Trending NEWS

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025
19 July, 2025

19 July, 2025

19 July, 2025