હૈદરાબાદ-બહરીન ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મુંબઈમાં લેન્ડિંગ
November 23, 2025
હૈદરાબાદ- બહરીનથી હૈદરાબાદ આવી રહેલી એક ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચ્યો છે. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગલ્ફ એરની ફ્લાઈટ નંબર GF 274, જે બહરીનથી હૈદરાબાદના શમશાબાદ એરપોર્ટ (રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ) માટે ઉડાન ભરી રહી હતી, તેને સુરક્ષાના કારણોથી મુંબઈ લેન્ડ કરી દેવાઈ હતી.
મંગળવાર સવારે અધિકારીઓને વિમાનમાં બોંબ હોવાની માહિતી મળી. ધમકી ભર્યો કોલ આવતા જ સુરક્ષા એજન્સીઓ અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) તાત્કાલિક હરકતમાં આવી ગયા. સુરક્ષાના ભાગરૂપે પાઇલટને હૈદરાબાદના બદલે નજીકના મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો. વિમાને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું.
લેન્ડિંગ બાદ તાત્કાલિક વિમાનને એરપોર્ટના એક આઇસોલેટેડ બેમાં લઈ જવાયું. કેન્દ્રીય સુરક્ષા દળ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ વિમાનને ઘેરીને મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. તમામ મુસાફરો અને પાઇલટને સુરક્ષિત નીચે ઉતારાયા. તેલુગુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાનની અંદર અને લગેજ હોલ્ડમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. સુરક્ષા પ્રોટોકોલ હેઠળ મુસાફરોના સામાનની પણ બે વખત તપાસ કરાઈ હતી.
આ ઘટનાની અસર હૈદરાબાદના શમશાબાદ એરપોર્ટ પર પણ જોવા મળી. ફ્લાઇટ ડાયવર્ટ થવાના સમાચાર મળતા જ એરપોર્ટને હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું. ત્યાં પોતાના પરિવારજનોની રાહ જોઈ રહેલા લોકો અને અન્ય મુસાફરોમાં પણ ચિંતા અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.
Related Articles
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલા...
Oct 09, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગર...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026