Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

હું ભાજપમાં નથી જઈ રહ્યો: PM મોદીના વખાણ બાદ શશી થરૂરની સ્પષ્ટતા, અટકળો પર વિરામ

June 24, 2025

કેરળના તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશી થરૂર વિશે છેલ્લા ઘણાં સમયથી એવી અટકળો ચાલી રહી છે કે, તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે. પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર દરમિયાન કોંગ્રેસ નેતા શશી થરૂરે કેન્દ્ર સરકારના જોરદાર વખાણ કર્યા હતા. હવે તેમના એક લેખે તમામ અટકળનો અંત લાવી દીધો છે. જેમાં તેમણે ભાજપમાં જોડાવવાની અટકળો ફગાવી દીધી છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે લખ્યું કે,'આ લેખમાં મેં ભારતની વિદેશ નીતિ હેઠળ કરવામાં આવેલા આઉટરીચ અભિયાનની સફળતાનો ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ સાથે વાતચીત કરવામાં સક્રિયતા અને ઉર્જા દર્શાવી છે. આમાં ભાજપ કે કોંગ્રેસની વિદેશ નીતિ જેવી કોઈ વસ્તુ નથી, ફક્ત ભારતીય વિદેશ નીતિ છે.' ભાજપમાં જોડાવવા અંગે શશી થરૂરે લખ્યું કે, '11 વર્ષ પહેલાં જ્યારે હું સંસદની વિદેશ બાબતોની સ્થાયી સમિતિના અધ્યક્ષ બન્યો હતો. ત્યારે મેં પણ આ જ વાત કહી હતી. એવા સંકેત નથી કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. આ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે.' નોંધનીય છે કે, વાડપ્રધાન કાર્યાલયમા (PMO)એ શશી થરૂરનો આ લેખ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યો  ઉલ્લેખનીય છે, કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર વિશેની સચોટ માહિતી વિશ્વ સુધી પહોંચાડવા માટે ડેલિગેશન મિશનમાં શશી થરુરની પસંદગી થતાં કોંગ્રેસના અમુક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસ નેતાઓએ શશી થરુરની ટીકા કરી હતી કે, વિદેશ જનારા પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસે શશી થરુરની ભલામણ ન કરી હોવા છતાં તેમની પસંદગી થઈ અને તેમના વિશ્વમાં જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની વાહવાહી કરી રહ્યા છે.