'મારાથી ભૂલ થઈ ગઈ...', નડ્ડા સાથેની ગુપચુપ બેઠક બાદ નીતિશ કુમારનું નિવેદન ચર્ચામાં
November 09, 2024
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી નડ્ડા છઠના દિવસે બિહારના પટના પહોંચ્યા હતાં. જોકે, નડ્ડા બિહારમાં છઠ પર્વમાં સામેલ થવાને લઈને ઘણાં પ્રશ્ન ઉભા થઈ રહ્યાં હતાં. વાત ફક્ત છઠ પૂજા સુધી નહતી, પરંતુ આ દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ તેમની મુલાકાત લીધી અને તેમની સાથે સમય વિતાવ્યો. સ્વાભાવિક રીતે રાજકીય ચર્ચા પણ થઈ હશે, પરંતુ તેની જાણકારી બહાર નથી આવી શકી. જણાવી દઈએ કે, પટના મુકાલાત દરમિયાન જે.પી નડ્ડાએ બિહાર ભાજપના ટોચના નેતાઓ સાથે અલગથી મુલાકાત કરી અને કહ્યું કે, પેટાચૂંટણીની સાથે-સાથે અન્ય મુદ્દા પર પણ ચર્ચા થઈ છે. પરંતુ, રાજકીય રૂપે હવે જે.પી નડ્ડાની મુલાકાતનો અર્થ સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નડ્ડાની મુલાકાત બાદ હવે નીતિશ કુમારનું નિવેદન સામે આવ્યું છે. જોકે, જેપી નડ્ડાની મુલાકાત બાદ શનિવારે (9 નવેમ્બર) નીતિશ કુમારે કહ્યું કે, મારાથી બે વાર ભૂલ થઈ ગઈ છે અને એનડીએનો સાથ છોડી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સાથે જતો રહ્યો હતો. બે વખત હું ખોટા લોકો સાથે જતો રહ્યો. પરંતુ, જ્યારે ખબર પડી કે, તેઓ ગડબડ કરે છે તો હું ફરી ભાજપ સાથે આવી ગયો. નીતિશ કુમારે ફરી સ્પષ્ટ કરી દીધું કે, હવે તે ફરી એનડીએ છોડીને ક્યારેય નહીં જાઉં અને ડાબુ-જમણું નહીં કરૂ. આ સિવાય તેઓએ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને તેમની પત્ની રાબડી દેવીના શાસન કાળ પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ મુસ્લિમોના મત લે છે, પરંતુ અલ્પસંખ્યકો માટે કામ નથી કરતાં. આ સિવાય નીતિશ કુમારે સહયોગી પાર્ટી ભાજપ સાથે પોતાના સંબંધનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, વાજપેયીએ જ મને બિહારના મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડ્યો હતો.
Related Articles
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પહેલીવાર ઓલ ટાઈમ હાઈ : 5000 ડૉલરને પાર, ચાંદીમાં પણ તેજી યથાવત
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પહેલીવાર ઓલ...
Jan 26, 2026
કર્તવ્ય પથ પર પરેડમાં ભારતીય સૈન્યનું શક્તિ પ્રદર્શન, ઓપરેશન સિંદૂરના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું
કર્તવ્ય પથ પર પરેડમાં ભારતીય સૈન્યનું શક...
Jan 26, 2026
77માં ગણતંત્ર દિવસ નિમિત્તે પીએમ મોદીએ શહીદ વીર જવાનોને આપી શ્રદ્ધાંજલિ
77માં ગણતંત્ર દિવસ નિમિત્તે પીએમ મોદીએ શ...
Jan 26, 2026
સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો બદલી કરી દેવાય? સુપ્રીમ કોર્ટના જજની આકરી ટિપ્પણી
સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો બદલી કરી દેવ...
Jan 25, 2026
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુને જીવતો સળગાવી દેવાયો
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુને જીવતો સળગા...
Jan 25, 2026
Trending NEWS
77માં ગણતંત્ર દિવસ નિમિત્તે પીએમ મોદીએ શહીદ વીર જવ...
26 January, 2026
જૂનાગઢમાં યુવાનનું અપહરણ કરી 60 લાખ મંગાયા, લોનનો...
25 January, 2026
સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો બદલી કરી દેવાય? સુપ્રી...
25 January, 2026
અમેરિકામાં બરફનું તોફાન, 13000 ફ્લાઈટ્સ રદ, બત્તી...
25 January, 2026
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુને જીવતો સળગાવી દેવાયો
25 January, 2026
EUના પ્રમુખ ભારતની ચાર દિવસની મુલાકાતે,
25 January, 2026
પંજાબના સરહિંદમાં રેલ્વે ટ્રેક પર જોરદાર વિસ્ફોટ,...
25 January, 2026
તમિલનાડુના CMને હિન્દી ભાષાથી ફરી વાંધો પડ્યો, વિવ...
25 January, 2026
અસલાલીમાં 6 બાંગ્લાદેશી ઝડપાયા, ચંડોળા તળાવના દબાણ...
25 January, 2026
પ્રજાસત્તાક દિવસ પૂર્વે 5 ગુજરાતીઓને પદ્મ શ્રી એવો...
25 January, 2026