'ઈઝરાયલને મદદ કરી તો....' ઈરાનની ધમકીથી ગલ્ફ દેશો ભયભીત
October 11, 2024
સઉદી- ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યા બાદ એવી આશંકા સેવાઈ રહી છે કે ઈઝરાયલ ટૂંક સમયમાં ઈરાનની ક્રૂડ ફેસિલિટી પર હુમલો કરશે. ઈઝરાયલના ઈરાનના ક્રૂડ ઓઈલ ફેસિલિટી પર સંભવિત હુમલો અટકાવવા સઉદી અરબ, યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) જેવા ગલ્ફ દેશો અમેરિકા પર દબાણ કરી રહ્યા છે. ઈરાને ગલ્ફ દેશોને ઈઝરાયલની મદદ કરનારા વિરૂદ્ધ જવાબી કાર્યવાહી કરવાની ચીમકી આપતાં ગલ્ફ દેશો અમેરિકા પર દબાણ કરી આ હુમલો અટકાવવા પ્રયાસ કરી રહ્યા છે.
ઈઝરાયલનો હુમલો રોકવા માટે અમેરિકા પર દબાણ કરી રહ્યા છે. ગલ્ફ દેશોએ અમેરિકા સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે જો ઈઝરાયલ ઈરાનના ઓઈલ બેઝ પર હુમલો કરશે તો તેમના ઓઈલ બેઝ ઈરાનના પ્રોક્સી જૂથોના હુમલાનો શિકાર બની શકે છે. ખાડી દેશોના ત્રણ સરકારી સત્તાવાર સૂત્રોને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે કે, સઉદી અરબ, યુએઈ અને કતાર સહિતના ખાડી દેશોએ અમેરિકાને કહ્યું છે કે જો ઈઝરાયલ ઈરાન પર હુમલો કરવા માટે તેમની હવાઈ ક્ષેત્રમાં ઉડ્ડયન કરવા માંગે છે, તો તેને તેમ કરવાની મંજૂરી આપવામાં આવે નહીં.
ઈરાને 1 ઓક્ટોબરે ઈઝરાયલ પર લગભગ 200 મિસાઈલો છોડી હતી. આ હુમલાના જવાબમાં ઈઝરાયલે કહ્યું હતું કે ઈરાનને તેની કિંમત ચૂકવવી પડશે. તેના જવાબમાં ઈરાને કહ્યું હતું કે જો ઈઝરાયલ જવાબી કાર્યવાહી કરશે તો તેનો જવાબ મોટાપાયે વિનાશ નોતરશે. બંને દેશોની ધમકીઓને કારણે આ ક્ષેત્રમાં મોટા યુદ્ધની શક્યતા વધી છે, જેની અસર અમેરિકાને પણ થઈ શકે છે. ઈરાન અને ઈરાનના એક વરિષ્ઠ અધિકારી અને ઈરાની રાજદ્વારીએ કહ્યું કે ઈરાન અને સઉદી અરબ વચ્ચે આ અઠવાડિયે બેઠક થઈ હતી, જેમાં સઉદી અરબે ચેતવણી આપી છે કે જો તે ઈઝરાયલને હુમલામાં મદદ કરશે તો તે અમેરિકાની ઓઈલ સાઇટ્સની સુરક્ષાની ખાતરી આપી શકશે નહીં.
સઉદી શાહી દરબારના નજીકના સઉદી વિશ્લેષક અલી શિહાબીએ કહ્યું, 'ઈરાનીઓએ કહ્યું છે કે, જો ગલ્ફ દેશ ઈઝરાયલ માટે તેની એરસ્પેસ ખુલ્લી મુકે છે, તો તેને યુદ્ધનું કૃત્ય ગણવામાં આવશે.' ઈરાની રાજદ્વારીએ કહ્યું કે ઈરાને સઉદીને સ્પષ્ટપણે કહ્યું છે કે જો ઈઝરાયલને ઈરાન વિરુદ્ધ કોઈપણ પ્રકારનું ક્ષેત્રીય સમર્થન મળે છે તો ઈરાક અથવા યમન જેવા સાથી દેશો તેનો જવાબ આપી શકે છે. યમનના હુથી વિદ્રોહીઓ ભૂતકાળમાં સઉદીની ઓઈલ ફેસિલિટીને નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે સઉદી અરબને ભારે નુકસાન થયું છે. ગલ્ફ અને ઈરાની સૂત્રોએ જણાવ્યું કે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચી અને સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે બુધવારની બેઠકમાં સૌથી મોટો મુદ્દો સંભવિત ઈઝરાયલ હુમલો હતો. અબ્બાસ સમર્થન મેળવવા ગલ્ફ દેશોની સાથે છે.
Related Articles
પાકિસ્તાનમાં બે મોટા આતંકી હુમલા: આત્મઘાતી વિસ્ફોટ અને અંધાધૂંધ ફાયરિંગમાં 11નાં મોત
પાકિસ્તાનમાં બે મોટા આતંકી હુમલા: આત્મઘા...
Feb 25, 2026
તૂર્કિયે વાયુસેનાનું F-16 ફાઇટર જેટ ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ, પાયલટનું મોત
તૂર્કિયે વાયુસેનાનું F-16 ફાઇટર જેટ ઉડાન...
Feb 25, 2026
ફિલિપાઈન્સમાં યુએસનું લશ્કરી વિમાન ટેકઓફ વખતે બેરિયર સાથે અથડાયું, 5 સૈનિકો ઘાયલ
ફિલિપાઈન્સમાં યુએસનું લશ્કરી વિમાન ટેકઓફ...
Feb 25, 2026
UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં
UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી...
Feb 25, 2026
10,000 ફ્લાઈટ્સ રદ, 5 લાખ ઘરોમાં બત્તી ગુલ, 3 ફૂટ સુધી બરફ: અમેરિકામાં 'બોમ્બ સાયક્લોન'નો કહેર
10,000 ફ્લાઈટ્સ રદ, 5 લાખ ઘરોમાં બત્તી ગ...
Feb 24, 2026
અમેરિકાની મદદથી 125 કરોડનો ઈનામી ખુંખાર ડ્રગ્સ માફિયા 'એલ મેન્ચો' ઠાર, મેક્સિકોમાં ભડકી હિંસા
અમેરિકાની મદદથી 125 કરોડનો ઈનામી ખુંખાર...
Feb 23, 2026
Trending NEWS
25 February, 2026
25 February, 2026
24 February, 2026
24 February, 2026
24 February, 2026
24 February, 2026
24 February, 2026
24 February, 2026
23 February, 2026
23 February, 2026