ED એ દરોડા પાડ્યા તો દીવાલ કૂદીને ભાગ્યા ધારાસભ્ય, ફોન તળાવમાં ફેંક્યો; કિચડમાંથી ઝડપાયા

August 25, 2025

ઈડીના દરોડા દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની છે. પ.બંગાળમાં સ્કૂલોમાં શિક્ષક અને કર્મચારીઓની ભરતીમાં કથિત ગેરરીતિની તપાસ અર્થે દરોડા બાદ સોમવારે સત્તારુઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ધારાસભ્ય જીવન કૃષ્ણ સાહાની ધરપકડ કરી લેવામાં આવી હતી. જોકે સત્તાવાર સૂત્રોએ કહ્યું કે ઈડીના દરોડા વખતે જેવી જ ધારાસભ્યને જાણ થઇ તો તેઓ દીવાલ કૂદીને ભાગવા લાગ્યા હતા. 

હાલ તો મુર્શિદાબાદ જિલ્લામાં ધારાસભ્યના ઘરે દરોડાની કાર્યવાહી બાદ ઈડીએ તેમની ધરપકડ કરી લીધી છે. સૂત્રોએ જણાવ્યું કે દરોડા વખતે એક દીવાલ કૂદીને ધારાસભ્યએ નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ઘરની પાછળ એક નાળામાં પોતાનો ફોન પણ ફેંકી દીધો હતો. જોકે બાદમાં અધિકારીઓએ એ ફોન રિકવર કરી લીધો હતો. 

દરોડા વખતના વીડિયો અને તસવીરોમાં ધારાસભ્ય ભાગતા દેખાય છે જેમાં ઈડી અને સીઆરપીએફના અધિકારીઓે પણ એ જગ્યાએ દેખાઈ રહ્યા છે જ્યાં ચારેબાજુ વૃક્ષો અને ઝાડીઓ છે અને કચરો પડેલો દેખાય છે. હાલમાં પીએમએલએ હેઠળ ઇડીને સહયોગ ન કરવા બદલ ધારાસભ્યની ધરપકડ કરી લેવામાં આવી છે.