ભારતની ઝિમ્બાબ્વે સામે 90 રને શાનદાર જીત, ઈશાન-તિલક-અભિષેકનું દમદાર પ્રદર્શન
July 26, 2026
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી બીજી T20 મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને ઝિમ્બાબ્વેને 90 રને પરાજય આપ્યો છે. ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પહેલા બેટિંગ કરતા 5 વિકેટે 219 રન બનાવીને 220 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઝિમ્બાબ્વેની આખી ટીમ માત્ર 129 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બેટિંગમાં ઈશાન કિશને સૌથી વધુ 44 બોલમાં 9 ફોર અને 2 સિક્સ સાથે 81 રન ફટકાર્યા હતા. તિલક વર્માએ વિસ્ફોટક રમતા 29 બોલમાં 5 ફોર અને 3 સિક્સ સાથે અણનમ 60 રન (તેમના T20 કરિયરની 9મી અડધી સદી) બનાવ્યા હતા. બંને વચ્ચે 43 બોલમાં 94 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી.
220 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમને ભારતીય બોલરોએ શરૂઆતથી જ દબાણમાં રાખી હતી. બોલર યશ ઠાકુરે બ્રાયન બેનેટને 32 રને આઉટ કરીને પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ વિકેટ ઝડપી હતી. અભિષેકે બેટિંગમાં ભલે ઓછા રન બનાવ્યા હોય, પરંતુ તેણે બોલિંગમાં દમદાર પ્રદર્શન કર્યું હતું, તેણે માત્ર 2.5 ઓવરમાં 17 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી.
પ્રિન્સ યાદવે પણ શ્રેષ્ઠ બોલિંગ કરતા બેન કરન (1 રન) અને ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાને શૂન્ય (0) રને આઉટ કરીને ઝિમ્બાબ્વેને મોટો ઝટકો આપ્યો હતો.
સ્પિનર રવિ બિશ્નોઈએ ડિયોન મેયર્સ (12 રન)ને ક્લીન બોલ્ડ કર્યો હતો. પાવરપ્લેમાં જ ટોપ ઓર્ડર ધરાશાયી થતાં ઝિમ્બાબ્વેની અડધી ટીમ 65 રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી અને અંતે સમગ્ર ટીમ 129 રને સમેટાઈ ગઈ હતી.

Related Articles
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડ...
Oct 03, 2026
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનન...
Oct 03, 2026
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિ...
Oct 03, 2026
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહેરાત, 10 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહે...
Oct 02, 2026
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
Trending NEWS
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય...
09 October, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકી...
08 October, 2026
કેનેડિયન લેખિકા એન કાર્સનને 2026નો સાહિત્યનો નોબેલ...
08 October, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્...
08 October, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાન...
08 October, 2026
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનુ 75 વર્ષની વ...
08 October, 2026
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિનાના EMI પણ...
07 October, 2026
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડ...
07 October, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા...
07 October, 2026
રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી ધરણાં પર બેઠા: સંસદથી ચ...
06 October, 2026